સહકારી ક્ષેત્રે ખુબ જૂની અને મોટી સંસ્થા ગણાતી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં કૌભાંડ ચાલી રહ્યા હોવાના સણસણતા આક્ષેપ બેંકના જ પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણિયાર દ્વારા કરવામાં આવતા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહીં. એક મહિના બાદ એટલે કે, આગામી તા.11 નવેમ્બરએ બેંકના 21 ડાયરેક્ટરની ચૂંટણી છે એ પૂર્વે કલ્પકભાઈ મણિયારના કૌભાંડના આક્ષેપોનો વિડીયો સામે આવતા વિવાદની સાથે ચકચાર પણ જાગી છે.
રાજકોટ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે શાખાઓ ધરાવતી અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી પ્રતિષ્ઠિત રાજકોટ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન કલ્પકભાઈ મણિયારએ એક ઇન્ટરવ્યૂ આપતા વીડિયોમાં બેંકમાં કૌભાંડ ચાલી રહ્યાની વાત જણાવી આગળ કહ્યું હતું કે, આ કોઈ બ્લેઈમ નથી પરંતુ જે જે વાત મારા સુધી પહોંચી છે તેનો મેં અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસ બાદ જે તારણો સામે આવ્યા છે એ ખુબ ચોંકવનારા છે. અને આ અંગે મેં તત્કાલીન ચેરમેનને જાણ કરી અને તેમને કહ્યું હતું કે, આપણે બેંકના અભિગમ મુજબ ખોટી પ્રવુતિ ચલાવી ના શકાય અને આવી પ્રવુતિ થતી હોઈ તો તેને કડક ડામી દેવી જોઈએ, જો આપણી બેંકમાં ફ્રોડ થતો હોઈ તો આપણે સેવા માટે આવીએ છીએ આ ન ચલાવી લેવાય, કોઈ પણ ડાયરેક્ટરને પર્શનલ લાભ થતો નથી અને લાભ લેવા માટે અહીં કોઈ આવતું નથી. આ વાત કરતા ચેરમેન પણ સહમત થયા હતા અને આ રોકવા માટેની એમેણે વાત કરી તો તેમનું માત્ર બે મહિનામાં જ રાજીનામુ લઇ લેવામાં આવ્યું. અત્યારે રાજકોટ નાગરિક બેંક આઠ મહિનાથી ચેરમેન વગર ચાલે છે. અને ઇન્ચાર્જ ચેરમેન છે.
આ બાબતે મારે પડવું કે ન પડવું અસમંજસ હતી પરંતુ 3.50 લાખ લોકો બેંકમાં સભ્ય છે. તો એમનો જે વિશ્વાસ છે બેંકમાં તેમણે પૈસા મુક્યા છે ઘર માનીને તો ઘરમાં ચોર ન ચાલે, આથી મેં ચોરને કાઢવાની ઘરમાં જ વાત કરી પરંતુ આ ચોરી થઇ રહી છે એ જ સ્વીકારવા કોઈ તૈયાર નથી. જયારે આ ચોરીના પુરાવા પણ છે. ત્યારે અહીં એ વિચાર આવે છે કે ઘરના સાથે સબંધો બગાડવા કે પછી સાડા ત્રણ લાખ લોકોના વિશ્વાસનું વિચારવાનું ? આ દુવિધા વચ્ચે બધાને વાત કરી ને પૂરું કરવા માટેનું પણ કહ્યું અને જે કોઈ સજા થાય એ સજા કરો એ જાહેર કરવી પણ જરૂરી નથી. પણ કોઈ આવું કરવા તૈયાર નથી અને મને જુદો ચીતરવો અને બેંકની વિરુધ્ધમાં છે. હું બેંકનો ડિરેક્ટર છું ત્યારે મારી જવાબદારી છે કે અંદર કાંઈ ખોટું ન થાય. જયારે હું બહાર બોલું તો લોકોમાં ભય ફેલાય અને અંદર કોઈ સાંભળતું નથી. એટલે હાલ મોટી દ્વિધા છે. ત્યારે કલ્પક મણિયારના વીડિયોમાં નાગરિક બેંકમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપોના પગલે આવતા દિવસોમાં સહકારી ક્ષેત્રે શું નવા જૂની થાય છે એ ઉપર પણ મીટ મંડાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech