આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાઈયાનાન્સમાંથી લોન પર અલગ–અલગ મોબાઈલ શો–મમાંથી લોન લઇ છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં રાજકોટના શખસ અને જામનગરના બે શખસો મળી ૩ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
૮૦ ફટ રોડ પર અંબિકા પાર્ક શ્યામલ સ્કાઈ લાઈફ મધર ટેરેશા સ્કૂલની બાજુમાં રહેતાં ઘનશ્યામભાઇ જયંતીભાઈ શિંગાળા (ઉ.વ.૩૨) એ આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધર્મેશ રમેશ સાદરિયા (રહે. લાલપુર, જામનગર), સુરેશ ચમન ઝાલા (રહે. તોપખાના શેરી નં.૧), નૈતિક જયેશ પારેલ (રહે. હરિકૃષ્ણ સોસાયટી, શેરી નં.૨) ના નામ આપ્યા છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા નવ વર્ષથી બજાજ ફાયનાન્સમાં એરિયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. બીગ બજાર સામે આવેલ ઇમ્પીરીયલ હાઇટસમાં તેઓની ઓફીસ આવેલ છે. તેઓ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી જુદા–જુદા પ્રકારની ગ્રાહકોને લોન પ્રોવાઇડ કરે છે.બજાજ ફાયનાન્સમાંથી આરોપીઓએ જુદા–જુદા મોબાઈલની લોન લેવામાં આવેલ જે લોનના હા ન ભરતા કલેકશન વિભાગમાંથી કલેકશન મેનેજરે જણાવતા તપાસ કરવામાં આવતા આરોપીઓએ એક જ વ્યકિત એક જ નામ પર પોતાના આધાર કાર્ડમાં છેડછાડ કરી સરનામાં તેમજ જન્મ તારીખ બદલાવી પોતાના મોબાઇલમાથી અમારા કર્મચારીને મોબાઇલમાં સોટ કોપી મોકલેલ હતી.
જેમાં ધર્મેશ સાદરીયાએ આધાર કાર્ડમાં છેડછાડ કરી પૂજારા ટેલીકોમમાં બેસતાં બજાજ ફાયનાન્સના આઉટ સોર્સ એજન્ટને પોતાના મોબાઇલમાં ખોટા ડોકયુમેંટ મોકલી તા. ૧૮૧૦૨૦૨૩ ના .૨૮૫૦૦ નો મોબાઈલની ખરીદી કરેલ હતી.
તેમજ અન્ય બે આરોપીઓએ પણ ઉમિયા મોબાઈલ અને રામદેવ મોબાઇલમાંથી આધારકાર્ડમાં છેડછાડ કરી અલગ–અલગ બે મોબાઇલની ખરીદી કરી હતી.
આમ આરોપીઓએ અલગ અલગ સમયગાળામાં કુલ .૨.૩૨ લાખના સાત મોબાઈલ ફોન આધારકાર્ડમાં છેડછાડ કરી બજાજ ફાઇનાન્સ લોન પર લીધાં બાદ લોનના .૧.૬૫ લાખ ન ભરી છેતરપિંડી આચરતાં ફરીયાદ નોંધાવામાં આવી છે.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૨૦,૪૬૫,૪૭૧,૧૧૪ અને આઇટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech