જામનગરમાં ગેસ રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

  • April 14, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નંદનવન સોસાયટીમાં એસઓજી ત્રાટકી : ૨૬ બાટલા કબ્જે

જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરવામાં આવી રહયું છે એવી હકીકત આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડીને એક શખ્સને કુલ ૨૬ બાટલા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ પકડાયું છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના શોભરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ મકવાણા તથા અનિરુઘ્ધસિંહ ઝાલા તથા હર્ષદકુમાર ડોરીયાને બાતમી મળેલ કે, અહીં નંદનવન સોસાયટી, શેરી નં. ૨, ગોપાલ પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા રાજકુમાર ભગેરણ યાદવ (ઉ.વ.૨૬) મુળ બિહાર આરા જીલ્લા મુસેપુર ગામ નામનો બિહારી માણસ પોતાના ભાડાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલમાંથી ગેસના ખાલી બાટલામાં રીફીલીંગ કરી તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે.
જે હકીકત આધારે જગ્યાએ રેઇડ કરતા ત્યાથી એક ઇસમને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાથી ગેસના ખાલી બાટલમાં ગેસનું રીફીલીંગ કરતા હોય અને આ જગ્યાએથી નાના મોટા ગેસ ભરેલ તથા ખાલી બાટલાઓ કુલ નંગ ૨૬ તથા લોખંડનું પાનુ-૧ તથા નિપલ નંગ-૪ મળી કુલ ૨૧૦૦૦ના મુદામાલ સાથે મળી આવેલ હોય જેથી ઉપરોકત આરોપી વિરુઘ્ધ સીટી-એ ડીવીઝનમાં કલમ ૨૮૫ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application