પોસ્ટ ઓફિસમાં સેવિંગ બેન્કનું કાઉન્ટર બંધ થતાં ગ્રાહકોને હાલાકી

  • August 26, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના મેહુલનગર વિસ્તારનો બનાવ

જામનગરમાં મેહુલનગરમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ના સવારથી સેવિંગ બેન્કનું કાઉન્ટર બંધ રહેતા પેન્શન લેવા આવતા વૃદ્ધો સહિતના ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ અંગે ભાજપ યુવા મોરચો શહેરના પૂર્વ મંત્રી જયેશભાઇ મહેતા દ્વારા સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી.
શહેરના મેહુલનગર પોસ્ટ ઓફિસના બેન્કનું કાઉન્ટબ બંધ રહેતા સબ પોસ્ટ માસ્તરનો સંપર્ક કરાતા આ કાઉન્ટર સંભાળતા કર્મચારી હોસ્પિટલમાં દાખલ હોવાથી બંધ છે તેમ જણાવ્યું હતું. પરંતુ ત્યાં હાજર પેન્શન લેવા આવેલ સીનીયર સિટીઝનોએ જણાવ્યું કે, બે-ત્રણ દિવસથી ધકકા થાય છે અને પૈસા મળતા નથી ત્યારે જયેશભાઈએ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસનો ટેલીફોનીક સંપર્ક કરી ફરીયાદ કરાતા સુપ્રિટેન્ડેન્ટ ઓફિસ દ્વારા તાકીદે બંધ કાઉન્ટર ચાલુ કરવા મેહુલનગર ઓફિસને ટેલીફોનીક સુચના આપી હતી. પરંતુ બપોરે સુધી આ કાઉન્ટર ચાલુ ન થતાં સુપ્રિટેન્ડેન્ટનો આ અંગેની જાણ કરતા જણાવવામાં આવ્યું કે, તપાસ કરીને લોકોને પડતી મુશ્કેલી દુર કરાશે અને કાઉન્ટર દરરોજ ચાલુ રખાશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application