પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ મોકુફ

  • December 27, 2024 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર ભારત સરકાર દ્વારા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા મળેલ સૂચના અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ હાલ મોકુફ રાખવામાં આવ્યો છે. પદવીદાન સમારોહની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે તેમ કુલ સચિવે જણાવ્યું છે. 


પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 123 દિક્ષાર્થીઓમાં 39 વિદ્યાર્થીઓ તથા 84 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમબીબીએસમાં સૌથી વધુ 04 ગોલ્ડમેડલ અને 03 પ્રાઇઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યા ગાંધી ઝોઝરને એમબીબીએસમાં 03 ગોલ્ડ મેડલ અને 07 પ્રાઇઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીનેને એલએલબીમાં 03 ગોલ્ડ મેડલ અને 06 પ્રાઇઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેનને બીએ ગુજરાતીમાં 03 ગોલ્ડમેડલ તથા 02 પ્રાઇઝ એનાયત થશે.

યુનિ.ના 59મા પદવીદાન સમારોહની સફળતા માટે જુદી-જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. યુનિ.ના આ 59મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિ.ની વેબસાઇટ તથા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઇવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application