સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આધુનિક કક્ષાનું ગેસ્ટ હાઉસ છે અને આમ છતાં આગામી દિવસોમાં પિયા ૫.૮૦ કરોડના ખર્ચે નવું આંતરરાષ્ટ્ર્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ બનાવવાનું નક્કી કરાયું છે. આ અંગેના વિગતવાર પ્લાન– એસ્ટીમેટ સહિતની વિગતો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને મોકલી દેવામાં આવી છે અને ત્યાંથી બહાલી મળ્યા પછી આ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર વિશાળ જગ્યા પડી છે અને તેથી આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના આ ગેસ્ટ હાઉસના પ્રોજેકટમાં જમીનની કિંમતની ગણતરી કરવામાં આવી નથી. જો જમીનની પણ ગણતરી કરવામાં આવે તો આ પ્રોજેકટ ૧૦ કરોડ આસપાસ પહોંચી જવાની શકયતા નકારાતી નથી અને આટલી રકમમાં તો આધુનિક કક્ષાની નવી હોટલ પણ બની જાય એવું જાણકારોનું કહેવું છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર યોજાતા જુદા જુદા સેમિનારો અને કાર્યક્રમોમાં આવતા બહારના નિષ્ણાતોને ઉતારા સહિતની વ્યવસ્થા થઈ શકે તે માટે આ પ્રકારના ગેસ્ટ હાઉસની જરિયાત દર્શાવવામાં આવી છે. પરંતુ આવા એકસપર્ટને જો રાજકોટની ફાઇવસટાર હોટલમાં ઉતારવામાં આવે તો તેનો ખર્ચેા આ પ્રોજેકટની કુલ કિંમતના વ્યાજ કરતાં પણ ઘણો ઓછો પડે તેમ છે. ગેસ્ટ હાઉસ બનાવ્યા અને પછી તેના સંચાલન માટે પણ વધારાની વ્યવસ્થા કરવી પડશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સમગ્ર દેશની ૨૬ અને ગુજરાતની સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિતની બે યુનિવર્સિટીઓને ૧૦૦–૧૦૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવનારી છે અને તે ગ્રાન્ટનો ઉપયોગ શું કરાશે? તેનું પ્લાનિંગ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ મોકલી દીધું છે. આમાં પ્લાનિંગ કરતા ૧૦૦ કરોડ ઠેકાણે પાડવાની મનોવૃત્તિ વધુ હોય તેવું જણાય છે. ગ્રાન્ટ લેપ્સ ન થાય તે જરી છે. પરંતુ નાણાનો ખોટો બગાડ પણ ન થવો જોઈએ તે એટલું જ જરી છે.
૧૦૦ કરોડ ઠેકાણે પાડવા માટે આ પ્રકારના પ્લાનિંગ થઈ રહ્યા હોવાનું જણાવતા યુનિવર્સિટીના સુત્રો ઉમેરે છે કે બીજો મોટો ખર્ચેા યુનિવર્સિટી કેમ્પસ પર પિયા ૨૭ કરોડના ખર્ચે બે નવા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ બાંધવામાં આવનારા છે. અત્યારે યુનિવર્સિટી કેમ્પસ પર મોટાભાગના ભવનો ખાલી છે અને આંગળીના વેઢે ગણાય તેટલા વિધાર્થીઓ તેમાં ભણી રહ્યા છે. ત્યારે વધારાના આવા બિલ્ડીંગો બાંધવાની શું જરિયાત છે.?
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર જુદા જુદા ૨૬ ભવનના બિલ્ડીંગો અત્યારે હયાત છે. આ બિલ્ડિંગના રીનોવેશન પાછળ પિયા ૨૨ કરોડનો ખર્ચ ઋષાની પિયા ૧૦૦ કરોડની ગ્રાન્ટ માંથી કરવાનું પણ પ્લાનિંગ છે.
જો કોઈ ફાઇનાન્સિયલ એકસપર્ટની સલાહ લઈને અને દરેક કોલેજના પ્રિન્સિપાલો સંચાલકો વિધાર્થી સંગઠનના આગેવાનો વગેરે સાથે મિટિંગ યોજીને પિયા ૧૦૦ કરોડની ગ્રાન્ટના પ્લાનિંગ કરવામાં આવ્યા હોત તો અનેક નવા પ્રોજેકટ અને શિક્ષણને ઉપયોગી થાય તેવા કામો આ રકમમાંથી થઈ શકે છે તેઓ સૂર પણ શિક્ષણ જગતમાં ઉઠી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech