સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કઈ પરીક્ષા કયારે લેવાશે તેનું કોઈ ઠેકાણું અત્યાર સુધી ન હતું. પરંતુ નવા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ ચાલુ શૈક્ષણિક સત્ર થી અમલમાં આવતા જ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ બીએડના અભ્યાસક્રમમાં ભણતા વિધાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ ની બેચ માટેની સત્ર વ્યવસ્થા જાહેર કરી છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલ સચિવ ડોકટર આર. જી. પરમારે તમામ બીએડ કોલેજના આચાર્યેા, પરીક્ષા વિભાગ સહિતનાને પરિપત્ર કરીને જણાવ્યું છે કે બીએડમાં પ્રથમ સેમેસ્ટર તારીખ ૨૮ સપ્ટેમ્બરથી ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીનું રહેશે. બીજું સેમેસ્ટર ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૧૨ જુલાઈ ૨૦૨૫ સુધીનું રહેશે. ત્રીજુ સેમેસ્ટર ૨૮ જુલાઈ ૨૦૨૫ થી ૧૩ ડિસેમ્બર ૨૦૨૫ સુધીનું રહેશે.એન્યુઅલ લેસન તા. ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી ૩૧ મે ૨૦૨૫ સુધીમાં લેવામાં આવશે. ચોથા સેમેસ્ટરની ઇન્ટર્નશીપ એક જાન્યુઆરી ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીની રાખવામાં આવી છે. વાયવા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬ થી ૨૫ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના રજીસ્ટાર દ્રારા કરવામાં આવેલી જાહેરાત મુજબ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૫,બીજા સેમેસ્ટરની પરીક્ષા ૧૨ જુલાઈ ૨૦૨૫ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ ના લેવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આખા વર્ષના શૈક્ષણિક શેડૂલ જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ પણ આ દિશામાં સારી શઆત કરી છે.
બી.એડના અભ્યાસક્રમોમાં ગુણવત્તાયુકત શિક્ષણ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એયુકેશને દેશભરની તમામ બીએડ કોલેજો માટે છેલ્લા બે વર્ષના આંકડા માંગ્યા છે. વિધાર્થીઓની સંખ્યા, પ્રોફેસરોની લાયકાત, સેટ અપ મુજબની તેમની જગ્યા, ભરાયેલી જગ્યા, જે સ્થળે બી.એડ કોલેજ ચાલે છે તેના સ્થળના પુરાવા, લાયબ્રેરી સહિતના ઈનફાસ્ટ્રકચર ની માહિતી માગવામાં આવી છે. અલગ અલગ વીસ મુદ્દાઓને આવરી લેતી આ માહિતી આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધીમાં પહોંચાડી દેવા માટે જણાવાયું છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ ૫૦ કેટલી બીએડ કોલેજ છે અને તે તમામને સન ૨૦૨૧– ૨૨ તથા ૨૦૨૨–૨૩ ની આ સંદર્ભની વિગતો તાત્કાલિક મોકલી આપવા સૂચના આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech