જામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ

  • May 19, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમા કયાંથી ભણે જામનગર: ૬૬૫ સરકારી શાળાના ધો.૮ના ફકત ૧૦૨૭ છાત્રોનો મેરીટમાં સમાવેશ: ટકાવારીમાં અત્યંત નબળો દેખાવ: સરકારી શાળાઓના શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિતના શૈક્ષણિક કર્મચારીઓને દર મહીને પગાર પેટે કરોડોના ચુકવણા સામે કોડીનું પરીણામ


જામનગર જિલ્લાની સરકારી શાળાઓનું મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ આવ્યું છે, કારણ કે જિલ્લાની ૬૬૫ સરકારી શાળાના ધો.૮ના ફકત ૧૦૨૭ છાત્રોનો શિષ્યવૃતિની પરીક્ષામાં મેરીટમાં સમાવેશ થયો છે આથી સરકારી શાળાઓના શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિતના શૈક્ષણિક કર્મચારીઓને દર મહીને પગાર પેટે કરોડો ‚પિયાના ચુકવણા સામે સવાલ ઉભો થયો છે, તો બીજી બાજુ કોડી જેટલું પરીણામ આવતા આમા કયાંથી ભણે જામનગર એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. 


દર વર્ષે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા જામનગર સહિત રાજયભરમાં સરકારી શાળાઓમાં ધો.૮માં અભ્યાસ કરતા છાત્રો માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃતિની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા ઉર્તિણ કરનાર વિદ્યાર્થીઓને ધો.૯ થી ૧૨માં અભ્યાસ દરમ્યાન શિષ્યવૃતિ મળવાપાત્ર થાય છે. તાજેતરમાં જામનગર સહિત રાજયભરમાં સરકારી શાળાના ધો.૮ના વિદ્યાર્થી માટે જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરીણામ તાજેતરમાં નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જામનગર જિલ્લાની ૬૬૫ સરકારી શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી ફકત ૧૦૨૭ છાત્રો મેરીટમાં સ્થાન પામ્યા છે, આથી જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષણ કથડી રહ્યું છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. બીજી બાજુ જિલ્લાની સરકારી શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો તેમજ બીઆરસી, સીઆરસી સહિતના શૈક્ષણિક કર્મચારીઓને દર વર્ષે પગાર પેટે કરોડો ‚પિયાનું ચુકવણું કરવામાં આવી છે જેની સામે આ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષામાં મેરીટમાં આવવાની સંખ્યા અને ટકાવારીમાં તદન કંગાળ દેખાવ રહેતા પગાર પાછળ કરવામાં આવતો મસમોટો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે જિલ્લાની સરકારી શાળામાં વધુમાં વધુ છાત્રો આગામી વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવે તે માટે નકકર પગલા લેવા જ‚રી બન્યા છે, બીજી બાજુ નબળા પરીણામ પાછળ જવાબદાર શિક્ષકો સહિતના કર્મચારીઓ સામે પણ દાખલા‚પ કામગીરી કરવી જ‚રી બની છે. 


મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો.૯ થી ૧૨માં ‚ા.૨૬ હજારથી ૯૪ હજાર સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત શિષ્યવૃતિ પરીક્ષા ઉર્તિણ કરી મેરીટમાં આવનાર જે વિદ્યાર્થીઓએ ધો.૧ થી ૮નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ અથવા આરટીઇ અંતર્ગતની શાળાઓમાં કર્યો હશે તેઓને જ આ શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. આ વિદ્યાર્થીઓએ પોર્ટલ પર સમય મર્યાદામાં રજીસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે, આ પરીક્ષાની આખરી મેરીટ યાદીમાં આવનાર સમગ્ર રાજયના કુલ અંદાજે ૨૫ હજાર છાત્રોને આ શિષ્યવૃતિ મળવાપાત્ર થશે તેવી જોગવાઇ છે જેમાં આખરી મેરીટમાં આવતા અને સ્વનિર્ભર શાળાઓમાં ધો.૯ થી ૧૨ના અભ્યાસ માટે છાત્રોને કુલ ‚ા.૯૪ હજાર અને ફાઇનલ મેરીટમાં આવતા અને સરકારી અથવા અનુદાનીક શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કુલ ‚ા.૨૬ હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. 

શહેરમાં સરેરાશ છ સામે એક છાત્રનો મેરીટમાં સમાવેશ

જામનગર શહેરની તમામ ૪૩ સરકારી શાળાના ધો.૮ના કુલ ૧૮૮૬ વિદ્યાર્થીઓમાંથી ૨૬૭ છાત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાના કામચલાઉ પ્રથમ મેરીટની યાદીમાં સ્થાન પામ્યા છે આથી શહેરની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી સરેરાશ છ સામે એક વિદ્યાર્થીનો મેરીટમાં સમાવેશ થતાં આ સારી બાબત ગણી શકાય. જો કે હજુ પણ શહેરની સરકારી શાળાઓના વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશીપ પરીક્ષામાં ઉર્તિણ થાય તે માટેના પ્રયાસો જ‚રી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application