સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનો ૫૯ મો પદવીદાન સમારભં આગામી તા.૨૯ને રવિવારના રોજ સવારે ૧૧–૦૦ કલાકે રાજયપાલ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૪ વિધાશાખાના ૪૦,૦૧૫ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૨૩ ગોલ્ડમેડલ તથા ૨૧૮ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
૫૯માં પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિધાશાખાના ૧૦૯ વિધાર્થીઓને કુલ ૧૨૩ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાઓ તરફથી કુલ ૫૩ ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તરફથી કુલ ૭૦ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ ૧૦૮ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૧૦ પ્રાઈઝ મળીને ૨૧૮ પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ ૧૨૩ દિક્ષાર્થીઓમાં ૩૯ વિધાર્થીઓ તથા ૮૪ વિધાર્થીનીઓ મળીને કુલ ૧૨૩ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિધાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૦૪ (ચાર) ગોલ્ડમેડલ અને ૦૩ (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિધાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ.માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ અને ૦૭ (સાત) પ્રાઈઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિધાર્થીની વ્યાસ દેવાંગીનેને એલ.એલ.બી.માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ અને ૦૬ (છ) પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિધાર્થીની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ તથા ૦ર (બે) પ્રાઈઝ એનાયત થશે.
પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને કોલેજોના આચાર્યઓ, ભવનોના અધ્યક્ષઓ તથા યુનિવર્સિટીના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવશે અને પદવીદાન સમારોહના સુંદર આયોજન સંદર્ભે કુલપતિ સૌને માર્ગદર્શિત કરશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૫૯મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૫૯મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની વેબસાઈટ તથા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિધાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
ગરીમાપૂર્ણ ૫૯મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા તથા કુલસચિવ ડો. રમેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામકો ડો. મનીષભાઈ શાહ, ઓએસડી નિલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે
વિવિધ વિધાશાખામાં ડિગ્રી મેળવનાર વિધાર્થીઓ
વિનયન વિધાશાખા ૧૧૮૭૯
શિક્ષણ વિધાશાખા ૪૦૩૮
વિજ્ઞાન વિધાશાખા ૬૨૯૬
ઈજનેરી વિધાશાખા ૦૪
કાયદા વિધાશાખા ૧૮૮૫
તબીબી વિધાશાખા ૧૨૩૨
વાણિજય વિધાશાખા ૧૧૪૭૮
ગ્રામવિધા વિધાશાખા ૧૩૫
ગૃહવિજ્ઞાન વિધાશાખા ૨૦૯
હોમીયોપેથી વિધાશાખા ૬૧૫
બિઝનેસ મેનેજમેન્ટ વિધાશાખા ૨૦૬૧
આર્કીટેકચર વિધાશાખા ૬૮
પરફોમગ આર્ટસ વિધાશાખા ૨૩
ફાર્મસી વિધાશાખા 92
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech