સૌરાષ્ટ્ર્ર–કચ્છ ઉપર મેઘરાજા મહેરબાન.. જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો ?

  • September 19, 2023 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેઘરાજાની ગઈ કાલથી શ થયેલી નવી ઇનિંગમાં જૂનાગઢના વિસાવદરમાં ૧૨ મેંદરડા આઠ વંથલી છ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છના ૯૦ તાલુકાઓમાંથી ૮૨ તાલુકામાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ છે. આ ઉપરાંત ગઈકાલે જુનાગઢ માળીયાહાટીના બગસરા રાપર ધાંગધ્રા કોડીનાર હળવદ પંથકમાં પણ ૩:૩૦ થી ૫ જ સુધીના વરસાદ વરસી જવા પામ્યો છે. દરમિયાન આજે પણ સવારે મોરબી, ટંકારા, વાંકાનેર પંથક માં એક થી દોઢ ઈંચ અને હળવદમાં જાપટા ચાલુ થયા હતા યારે ગાંધીધામ રાજકોટ શહેર જસદણ જામનગરના લાલપુર દેવભૂમિ દ્રારકાના ભાણવડ ખંભાળિયા ને ભાવનગર પંથકમાં પણ ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે.

જુનાગઢ જિલ્લા ઉપર ગઈકાલે મેઘરાજા પ્રસન્ન હોય તેમ વિસાવદરમાં સવારથી સાંજ સુધીમાં બારીશ મેંદરડા આઠ ઈંચ વંથલી છ ઈંચ જૂનાગઢ શહેર તાલુકામાં ૪:૩૦ માળીયાહાટીના સાડા ત્રણ ભેસાણ અઢી માંગરોળ ૨ માણાવદર દોઢ અને કેશોદમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.અમરેલી જિલ્લામાં પણ બગસરા સમાચારની જ ધારી બે ઈંચ કુકાવાવ અમરેલી શહેર બાબરા લાઠી પંથકમાં એક થી પોણા બે ઈંચ રાજુલા જાફરાબાદ ખાંભા સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ઝાપટા થી માંડીને પણ જ વરસાદ પડી જવા પામ્યો છે.

કચ્છના રાપરમાં ચાર ભુજ બે અબડાસા લખપત માંડવી મુન્દ્રા અને નખત્રાણા પંથકમાં અડધો થી પોણો ઈંચ વરસાદ પડો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ૩:૩૦ લખતર સવા બે ચોટીલા મુળી વઢવાણ થાનગઢમાં એક થી બે ઈંચ દસાડા ચુડા સાયલા અને લીમડી પંથકમાં ઝાપટા થી માંડીને પોણો જ વરસાદ પડી ગયો છે.

ગીર સોમનાથ ના કોડીનાર પંથકમાં સાડા ત્રણ પુના બે ઈંચ ગીર ગઢડા સુત્રાપાડા અને વેરાવળ પંથકમાં અડધોથી પોણા બે ઈંચ મોરબીના હળવદમાં સાડા ત્રણ ઈંચ ટંકારામાં બે ઈંચ અને અને આજે સવારે દોઢ ઈંચ મોરબીમાં પણ ગઈકાલે દોઢ ઈંચ અને આજે સવારે એક ઈંચ વરસાદ પડી ગયો છે. જામનગરના કાલાવડ પંથકમાં બે જામનગર લાલપુર રોડ જામજોધપુર અને જોડીયા પંથકમાં પોણોથી દોઢ ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા પંથકમાં દોઢથી બે ઈંચ ભાવનગર ના મહત્પવા ઉમરાળા પંથકમાં સવાથી દોઢ ઈંચ સિહોર ભાવનગર ગારીયાધાર પાલીતાણા ઘોઘા તળાજા અને જેસર પંથકમાં ઝાપટા થી માંડીને કોણ જ વરસાદ પડી ગયો છે દેવભૂમિના ખંભાળિયા દ્રારકા ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં ણોથી દોઢ ઈંચ રાજકોટ ના ઉપલેટા લોધિકા પડધરી ગોંડલ રાજકોટ કોટડા સાંગાણી પંથકમાં એક થી સવા ઈંચ યારે ધોરાજી વિછીયા જેતપુર જસદણ પંથકમાં ઝાપટા થી માંડીને પણ વરસાદ નોંધાયો હતો. બોટાદના બરવાળા ગઢડા અને રાણપુરમાં ઝાપટા થી માંડીને અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

વાંકાનેરમાં વિધ્નહર્તાનું સ્વાગત કરતા મેઘરાજા: વધુ દોઢ ઈચ વરસાદ
વાંકાનેર: લાંબા વિરામ બાદ વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામેલ છે. સોમવારે સવા ઈંચ બાદ આજે વહેલી સવારે પાંચ વાગ્યે ધીમી ધારે એક ધારો ત્રણ કલાક વરસાદ વરસતા જે દોઢ ઈંચ વરસાદ પડો હતો. ઉપરાંત તાલુકાના અમરસર, પીપળીયારાજ, વાલાસણ, શતીદેવળી, ચંદૂપુર, મહીકા, કોઠી, જોધપર, કેરાળા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે. વરસાદ પડવાથી ખેડુંતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.

સોરઠમાં ભાદરવો ભરપૂર...સર્વત્ર એકથી બાર ઈંચ વરસાદ
જિલ્લામાં  ૧૨ થી લઈ દોઢ ઈંચ વરસાદથી ખેડૂતોમાં આનંદનું મોજુ છવાયું હતું. જૂનાગઢમાં કાળવા નદી બે કાંઠે થતાં કાંઠે આવેલા સોસાયટીના રહેવાસીઓમાં ચિંતા નું મોજુ પ્રસયુ હતું આજે સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદે વિરામ લીધો છે.સોરઠમાં એક મહિના ના વરસાદના વિરામ બાદ સોમવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હોય તેમ જિલ્લામાં એક જ દિવસમાં  સૌથી વધુ વિસાવદરમાં ૧૨ ઈંચ વરસાદથી ધેડ પંથકમાં પાણી પહોંચતા ખેડૂતોના મુરઝાઈ જતા પાકને જીવત દાન મળ્યું હતું. જિલ્લામાં સૌથી ઓછો માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ પડો હતો . ગઈકાલે સવારથી જ મેઘરાજાએ જિલ્લામાં મુકામ રાખ્યો હોય તેમ વિસાવદર અને મેંદરડા માં પડેલા વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. વિસાવદરમાં ૧૨ ઈંચ વરસાદથી પોપટડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તો અવિરત વરસાદથી નદીનાળાઓ છલોથલ થતા પાણી ધેડ પંથકમાં પહોંચ્યું હતું. મેંદરડા માં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. વંથલીમાં ૬ ઈંચ વરસાદથી ઓજત માં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર ૮ ઈંચ અને શહેરમાં ૪ ઈંચ વરસાદથી ગિરનારની સીડીઓ પર પાણીના ઘોડાપૂર તો દામોદર કુંડ અને સોનરખ નદી બે કાંઠે થતાં કાળવા નદીમાં પાણીના ઘોડાપૂર આવ્યા હતા. જેથી નદી કાઠે આવેલ સોસાયટીઓ તથા જલારામ સોસાયટી રાયજીબાગ દૂરવેસ નગર સહિતના વિસ્તારોમાં ભયનું ફરી જળ હોનારતની યાદો તાજી થઈ હતી. અવિરત વરસાદથી જોષીપરા આયુર્વેદિક ફાર્મસી પાસે ઓવરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાય હતી તો ઝાંઝરડા રોડ પર ગરનાળામાં પાણી ભરાવાથી સ્કૂલ બસ પણ ફસાઈ જતા વિધાર્થીઓનું સ્થાનિકો દ્રારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં માળીયાહાટીનામાં ૩.૫, ભેસાણ અને કેશોદમાં અઢી અને માણાવદરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. અવિરત વરસાદથી જૂનાગઢને પીવાનું પાણી પૂં પાડતા વિલિંગડન, આણંદપુર ડેમ ફરી ઓવર લો થયા હતા. કાળવા નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહાનગરપાલિકાએ નરસિંહ મહેતા સરોવર તરફ જતા ગેટને ખોલવામાં આવતા તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું જે ઝાંઝરડા રોડ પર પહોંચતા ઝાંઝરડા રોડ વિસ્તારમાં ડિવાઇડરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. માર્ગેા પર ઠેર ઠેર ખોદકામથી અનેક વાહન ચાલકો સ્લીપ થવાના બનાવ નોંધાયા હતા. સોસાયટીઓમાં કાદવ કીચડ થી અનેક ગાડીઓ ખૂંપી જવાનો બનાવ નોંધાયો હતો. જિલ્લામાં ડિઝાસ્ટર શાખામાં ગઈકાલે એક જ દિવસમાં ૧૧૧૯ મિમી વરસાદ નોંધાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application