યુનિસિપલ તેમજ સરકારી શાળાઓમાં શિક્ષણ સાં ન હોય તેવી માન્યતાને કારણે પોતાના સંતાનોને મોંઘીદાટ ખાનગી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં અભ્યાસ અર્થે મોકલતા વાલીઓની આંખો ઉઘાડતું રિઝલ્ટ રાજકોટ મહાનગરપાલિકાની સરોજિની નાયડુ ગલ્ર્સ હાઇસ્કૂલનું આવ્યું છે, માર્ચ–૨૦૨૪માં લેવાયેલી ધો.૧૨ કોમર્સની પરીક્ષાના આજે જાહેર થયેલા રિઝલ્ટમાં આ સ્કૂલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે, તમામ વિધાર્થીનીઓ સારા માર્કસથી પાસ ઉત્તીર્ણ થઇ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની માધ્યમિક શાળાઓનું કાર્યક્ષેત્ર સંભાળતા આસિસ્ટન્ટ કમિશનર એન.કે.રામાનુજએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા ધો.૧૨ કોમર્સના રિઝલ્ટમાં સમગ્ર બોર્ડનું રિઝલ્ટ ૯૧.૯૩ ટકા, રાજકોટ કેન્દ્રનું રિઝલ્ટ ૯૫.૦૭ ટકા અને સરોજિની નાયડુ ગલ્ર્સ હાઇસ્કૂલનું રિઝલ્ટ ૧૦૦ ટકા આવ્યું છે. આ હાઈસ્કૂલમાં ધો.૧૨ કોમર્સમાં કુલ ૫૭ વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે અને તમામે બોર્ડની પરીક્ષા આપી હતી અને તમામ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઇ છે. શાળાના આવા ઉવળ પરિણામ બદલ પ્રિન્સિપાલ તેમજ સર્વે શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફને તેમણે અભિનંદન પાઠવ્યા હતા
સ્કૂલ ટોપ ટેન સ્ટુડન્ટસ લિસ્ટ
૧ સોલાગામા પૂજા ૯૯.૯૦
૨ ટોયટા મોતી ૯૯.૬૯
૩ ઝાલા ઉર્વશીબા ૯૮.૫૦
૪ ધોળકિયા મયુરી ૯૮.૧૮
૫ પરમાર હેમાલી ૯૭.૫૬
૬ ડાભી દેવાંગી ૯૭.૪૬
૭ નારેજા શબનમ ૯૭.૨૫
૮ બકોરી આર્ચી ૯૫.૫૬
૯ વિરડા દક્ષા ૯૫.૧૪
૧૦ જાટીયા હિતાંશી ૯૪.૫૧
૧૦ સિદ્દીકી કુલસુમ ૯૪.૫૧
૧૦ જાડેજા સાક્ષીબા ૯૪.૫
પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલનું ૭૨.૩૦ ટકા રિઝલ્ટ; ગત વર્ષ કરતા ૨૫.૯૬ ઉંચું રિઝલ્ટ
રાજકોટ મહાનગરપાલિકાની પી એન્ડ ટીવી શેઠ બોય્ઝ હાઇસ્કૂલનું ૭૨.૩૦ ટકા રિઝલ્ટ આવ્યું છે, અહીં કુલ ૬૫ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૭ ઉત્તીર્ણ થયા હતા. સ્કૂલના ટોપ થ્રી સ્ટુડન્ટસમાં પ્રથમ ક્રમે ૯૧.૬૯ પીઆર સાથે ડાભી હાર્દિક કિશોરભાઇ, બીજા ક્રમે ૯૦.૯૦ પીઆર સાથે સુરેલીયા મીત શાંતિલાલ અને ત્રીજા ક્રમે ૮૬.૧૭ પીઆર સાથે સોલંકી ઉત્સવ વિપુલભાઇએ સ્થાન હાંસલ કયુ છે. સ્કૂલમાં બે વિધાર્થીઓએ ૯૦થી વધુ પીઆર સાથે એ ટુ ગ્રેડ, આઠ વિધાર્થીઓએ ૮૧થી વધુ પીઆર સાથે બી વન ગ્રેડ અને ૧૫ વિધાર્થીઓએ ૬૧થી વધુ પીઆર સાથે બી ટુ ગ્રેડ હાંસલ કર્યેા છે. ગત વર્ષે આ હાઇસ્કૂલનું પરિણામ ૪૬.૩૪ ટકા જેવું કંગાળ પરિણામ આવ્યું હતું ત્યારબાદ સતત દેખરેખ રાખતા આ વર્ષે ૭૨.૩૦ જેવું સા પરિણામ હાંસલ થયું છે. ગત વર્ષ કરતા ૨૫.૯૬ ટકા ઉંચું પરિણામ આવતા આસિ. કમિશનર એન.કે.રામનુજએ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech