સીંધી પંચાયત દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

  • November 10, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી જામનગર લાડી લોહાણા સિંધી પંચાયતના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ શ્રી સ્વામી લીલા શાહ ધર્મશાળામાં રાખેલ આ કાર્યક્રમ પ્રમુખ પ્રકાશભાઇ હકવાણી, ઉપપ્રમુખ રાજેશભાઇ રામાણી, જનરલ સેક્રેટરી ચેતનભાઇ મુલચંદાણી, ખજાનચી રમેશભાઇ લાલવાણી, સેક્રેટરી શંકરલાલ કારીયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ.
આ સન્માન સમારોહમાં મેયર વિનોદભાઇ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, દંડક કેતનભાઇ નાખવા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, અમારી જ્ઞાતિનાં મુલચંદ ટેકચંદ એજયુ. ટ્રસ્ટના ચેરમેન સુરેશભાઇ ચંદવાણી, અખિલ ભારત યુવા અઘ્યક્ષ અનિલભાઇ મંગલાણીએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપેલ આ સન્માન સમારોહમાં ૧૮૨ વિદ્યાર્થીઓને સન્માનપત્ર તેમજ ઇનામો આપવામાં આવેલ. જ્ઞાતિનાં આગેવાનો થાવરદાસ તુલસાણી, દામજીભાઇ મોતિયાણી, હરેશભાઇ ગ્યાનચંદાણી, હરીશભાઇ ચંદન, શ્યામલાલ આપલાણી, નરેશભાઇ મેઘવાણી, ઘનશ્યામભાઇ કલવાણી, કમલેશ ગ્યાનચંદાણી, મુકેશ આશવાણી, રમેશભાઇ મુલચંદાણી, અનિલભાઇ ચંદન, રમેશ મેઘાણી, ભાવેશ ચંદનયુવા મંડળના પ્રમુખ અનિલ હકાણી, મહિલા મંડળના ઉપપ્રમુખ આશાબેન જેઠવાણી, યુવામંડળના સભ્યો મહિલા મંડળના સભ્યો સૌએ તન, મન, ધનથી સેવા આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઇ મુલચંદાણી તેમજ પ્રકાશભાઇ હકાણીએ કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application