માનવ સ્વાસ્થ્ય માટે અત્યતં જોખમી એવો બાયો મેડિકલ વેસ્ટ જેમાં નિડલ, સિરિન્જ, ડ્રેસિંગ કર્યા બાદ ફેંકેલા પાટા, ઓપરેશનમાં ઉપયોગ કરાયા બાદનો વેસ્ટ જેવો ચેપી અને સ્પર્શ કરતાની સાથે જ સંક્રમિત થવાય તેવા બાયો મેડિકલ વેસ્ટનો બે હોસ્પિટલો દ્રારા મહાપાલિકાના ટીપરવાનમાં નિકાલ કરાતો હોવાનું ઝડપાતા બન્ને હોસ્પિટલને .૧૦–૧૦ હજારનો દડં મળી કુલ .૨૦ હજારના હાજર દંડની વસુલાત કરાઇ હતી. જો કે મહાપાલિકા તંત્રએ આ બન્ને હોસ્પિટલના માલિકો કે સંચાલકો એવા તબીબોના નામ જાહેર કર્યા ન હતા તેમજ કચરો ફેંકતા ઝડપાયેલા હોસ્પિટલ સ્ટાફના નામ પણ જાહેર કર્યા ન હતા અને તબીબોના નામની લાજ કાઢી હતી.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજનગર ચોકમાં આવેલ પ્રથમ હોસ્પિટલ અને નાનામવા મેઈન રોડ પર આવેલ સમ્યક હોસ્પિટલ દ્રારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્રારા બંને હોસ્પિટલ પાસેથી .૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.તા.૨૭–૦૧–૨૦૨૪ના રોજ રાજનગર ચોકમાં આવેલ પ્રથમ હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ .૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ અને તા.૩૦–૦૧–૨૦૨૪ના રોજ નાનામવા મેઈન રોડ પર આવેલ સમ્યક હોસ્પિટલને ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ .૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ના સેનીટરી ઇન્સ્પેકટર નિલેશ ડાભી દ્રારા કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા કિલનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇ પણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત એજન્સી મારફત જ નિકાલ કરવા અનુરોધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech