બંગારામ ફિલ્મમાં સામંથાનો વિકરાળ લુક આવ્યો સામે
સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ સાથે અભિનેત્રીએ તેની ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેનો લેડી ડોન વારો વિકરાળ લુક લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.
સાઉથની અભિનેત્રીના જન્મદિવસના ખાસ અવસર પર, સામંથાએ તેના ચાહકોને એક સરપ્રાઈઝ પણ આપ્યું છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે. ખરેખર, તેના જન્મદિવસ પર, સામંથાએ તેના ચાહકો માટે તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ સાથે અભિનેત્રીએ તેની ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેનો લેડી ડોન વાળો વિકરાળ લૂક લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે.
સમંથા રૂથ પ્રભુ બની લેડી ડોન
ત્યારે આ અંગે ફેન્સ સવાલ કરી રહ્યા છે આખરે સામંથા લેડી ડોન કેમ બની? કે સામંથાની આગામી ફિલ્મ ‘બંગારામ’નું આ ફર્સ્ટ પોસ્ટ છે. આ ફિલ્મના પોસ્ટરમાં સામંથા ખૂબ જ ખતરનાક અવતારમાં જોવા મળવાની છે. આ દરમિયાન અભિનેત્રી હાથમાં બંદૂક પકડેલી જોવા મળે છે. આ સાથે આ પોસ્ટરમાં તેના ચહેરા પર લોહીના છાંટા દેખાઈ રહ્યા છે.
પોસ્ટ રિલિઝ થતા જ વાયરલ
‘બંગારામ’ના ફર્સ્ટ લૂકમાં એક્ટ્રેસે પોતાના જોરદાર લુકથી લોકોના દિલ જીતી લીધા છે. તેનો આ લુક હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર અને મોશન વિડીયો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શન લખ્યું કે, ‘સોનું બનવા માટે દરેક વસ્તુ ચમકદાર હોવી જરૂરી નથી’, બંગારામ ટૂંક સમયમાં શરૂ થશે.
હવે ‘બંગારામ’ની જાહેરાત બાદ અભિનેત્રીના જન્મદિવસની ઉજવણી બમણી થઈ ગઈ છે. અભિનેત્રીનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. લોકો હવે અભિનેત્રીની ફિલ્મ વિશે વધુ જાણવા માટે ઉત્સાહિત જણાય છે. આ પોસ્ટર પર ચાહકોએ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. એકે લખ્યું, ‘આગ લગાવી દીધી’, બીજાએ લખ્યું, ‘આ જાહેરાત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે.’
સામંથા રૂથ પ્રભુનું વર્કફ્રન્ટ
‘બંગારામ’ ઉપરાંત, સામંથા ‘સિટાડેલ: હની બન્ની’ની રિલીઝની તૈયારી કરી રહી છે. રાજ અને ડીકે દ્વારા દિગ્દર્શિત આ શ્રેણીમાં વરુણ ધવન પણ છે. સ્પાય થ્રિલર પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’નું હિન્દી વર્ઝન છે જે પ્રાઇમ વીડિયો પર પ્રિમિયર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech