ટાઇગર 3ના સેટ પર સલમાન ખાનને થઇ ઇજા

  • May 20, 2023 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દબંગ ભાઇજાને ઇંસ્ટા પર પોસ્ટ કરી- ટાઇગર જખ્મી હૈ
  • સલમાન-કેટરીનાની ફિલ્મ આ દિવાળીએ રિલીઝ થશે


હાલ ટાઈગર 3નું શૂટિંગ ચાલી રહ્યું છે. સલમાન ખાન આ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ટાઈગર 3 સફળ જશે તેવી ચાહકોને અપેક્ષા છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ અંગે ચર્ચા સાંભળવા મળી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મમાં શાહરુખ ખાનનો પણ કેમિયો છે. જેવી રીતે પઠાનમાં સલમાન ખાનની એન્ટ્રી હતી.


હવે સલમાન ખાનને ઇજા થતાં ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. સલમાનને ખભા પર ગંભીર ઇજા થઈ છે. આ ઇજાનો ફોટો સલમાને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં સલમાનને ખભા પર પટ્ટી બાંધી હોવાનું જોવા મળી રહ્યું છે.


તાજેતરમાં જ સલમાન ખાનની કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ઉકાળી શકી નથી. જેના બાદ હવે સલમાનને ઇજા થતાં વધુ એક ઝટકો લાગ્યો છે.


હાલ ટાઈગર 3 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાલુ વર્ષે આવેલી શાહરુખ ખાનની પઠાણ ફિલ્મનો રેકોર્ડ તોડવા પર સલમાનની નજર હોઈ શકે છે. જોકે, આ ફિલ્મ કેટલી હીટ જશે તેનો નિર્ણય તો દર્શકો કરશે. અત્યારે તો ઇજાના કારણે સલમાન ખાને શૂટિંગમાંથી બ્રેક લીધો છે.


અત્યાર સુધીમાં ટાઈગર ફીલ્મ ફ્રેન્ચાઇઝી હેઠળ બે પાર્ટ્સ રિલીઝ થઈ ચૂક્યા છે. વર્ષ 2017માં આ ફિલ્મનો છેલ્લો ભાગ ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. આંકડા મુજબ 22 ડિસેમ્બર 2017ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મે વૈશ્વિક સ્તરે 433 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં આ ફિલ્મની કમાણી 124 કરોડ જેટલી રહી હતી. સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ટાઈગર ઝિંદા હૈ ચોથા ક્રમે છે.


સલમાન ખાનની ટાઈગર 3 માટે ઘણા ચાહકોમાં ઉત્સાહક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ આગામી દિવાળી પર રિલીઝ થઈ શકે છે. અગાઉ આ ફિલ્મ 21 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મની રિલીઝ ડેટને આગળ ધપાવી દેવાઈ છે. હવે આ ફિલ્મ ચાલુ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application