ભારતીય રિઝર્વ બેંકએ ૯૧ અને ૧૮૨–દિવસના ટ્રેઝરી બિલની હરાજીમાં કોઈપણ બિડ સ્વીકારી ન હતી. દેશની બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વેચાણ માટે . ૨૬,૦૦૦ કરોડ અથવા લગભગ ૩ બિલિયનની બિડને નકારી કાઢી હતી. જોકે, તેણે ૬.૫૬૩૮ ટકાના ભાવે ૭,૦૦૦ કરોડ પિયાના ૩૬૪–દિવસના ટ્રેઝરી બિલ વેચ્યા.
બેંકિંગ સિસ્ટમમાં તરલતાનો અભાવ
રિઝર્વ બેંક દ્રારા તાજેતરમાં લેવામાં આવેલા રોકડ ઇન્જેકશન પગલાં છતાં, ભારતની બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતાની સ્થિતિ હજુ પણ ગંભીર ખાધમાં છે. પરંતુ, બ્લૂમબર્ગ ઇકોનોમિકસના એક સૂચકાંક મુજબ, બેંકોએ બુધવાર સુધીમાં સેન્ટ્રલ બેંક પાસેથી લગભગ ૨ લાખ કરોડ પિયા ઉધાર લીધા છે.
પ્રવાહિતા વધારવા માટે રિઝર્વ બેંકના પગલાં ગયા મહિનાના અંતથી, રિઝર્વ બેંક એ ત્રણ ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્રારા સિસ્ટમમાં . ૧ લાખ કરોડ ઉમેર્યા છે. વધુમાં, તેણે ફોરેકસ સ્વેપ દ્રારા ૫ બિલિયન જેટલી તરલતા દાખલ કરી છે અને લાંબા ગાળાના ટી–બિલ્સની ચલ રેપો હરાજી પણ કરી રહી છે. દરમિયાન, ગુવારે ટી–બિલ્સ વેચાણના પરિણામો પછી ૫ વર્ષના બોન્ડ ૬.૬૫ ટકા પર સ્થિર રહ્યા.
રિઝર્વ બેંકનું પાછલું પગલું
મે મહિનામાં,રિઝર્વ બેંક એ ટ્રેઝરી બિલ દ્રારા સરકાર માટે ઓછા ઉધાર લેવાની જાહેરાત કરી હતી. સરકારને મોટો ડિવિડન્ડ ટ્રાન્સફર કરવાના થોડા દિવસો પહેલા આ પગલું લેવામાં આવ્યું હતું. સરકારને આ ચુકવણી સામાન્ય રીતે સમય જતાં બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતામાં સુધારો કરે છે.
ભારતીય અર્થતંત્રનો વિકાસ દર ૬.૫ ટકાથી ૬.૭ ટકાની વચ્ચે રહેવાની ધારણા
રિઝર્વ બેંક ના તાજેતરના માસિક બુલેટિન મુજબ, ભારતનું અર્થતત્રં ૨૦૨૫–૨૬ માં પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતત્રં રહેશે. આંતરરાષ્ટ્ર્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વ બેંકના અંદાજોને ટાંકીને, રિઝર્વ બેંકએ કહ્યું છે કે ૨૦૨૫–૨૬ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૬.૫ ટકાથી ૬.૭ ટકાની વચ્ચે રહેવાની ધારણા છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં, ઉચ્ચ–આવર્તન સૂચકાંકો દર્શાવે છે કે ૨૦૨૪–૨૫ ના બીજા ભાગમાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થશે, જે આગળ પણ ચાલુ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech