સલમાન ખાનના પર્સનલ બોડી ગાર્ડ શેરાની સેલેરી સાંભળી ચોંકી જશો

  • March 21, 2023 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડ ભાઇજાનની જાનનો ખતરોઃ દબંગ ખાનનીચારે બાજુ સુરક્ષા ઘેરો
  • શેરાએ સલમાન ખાન પહેલાં હોલીવૂડના ટોચના સ્ટાર્સની સિક્યોરિટી સંભાળી



બોલીવુડના ભાઇજાન સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ પાછલા વર્ષે તેને ગન લાઇસન્સ પણ આપવામાં આવ્યું હતું. સલમાન ખાનને મળી રહેલી ધમકીઓ બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી આપવાના આરોપમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગોલ્ડી બરાડ અને રોહિત બરાડ વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. 

ધમકીઓને પગલે સલમાન ખાનના પરિવારમાં ભયનો માહોલ છે. આમ તો દબંગ ખાન પોતાની સિક્યોરિટી પર પહેલાંથી જ ધૂમ ખર્ચ કરે છે. તેના બોડીગાર્ડને પોતાની સિક્યોરિટી માટે મસમોટી કેટલી રકમ ચુકવે છે.

સલમાન ખાન સાથે તેનો અંગત બોડીગાર્ડ શેરા હંમેશા પડછાયાની જેમ સાથે રહે છે. તે એક ક્ષણ માટે પણ સલમાન ખાનને એકલો નથી મૂકતો. સલમાન ખાન પણ પોતાના બોડીગાર્ડ શેરા પર સૌથી વધુ ભરોસો કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શેરાનું વાર્ષિક પેકેજ 2 કરોડ રૂપિયા છે. એટલે કે સલમાન ખાન પોતાના બોડીગાર્ડ શેરાને દર મહિને 15 લાખ રૂપિયા સેલરી આપે છે.

સલમાન ખાનનો બોડીગાર્ડ શેરા તેને માલિક કહે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન શેરાએ કહ્યું હતું કે માલિકનો અર્થ ગુરુ છે અને મારા માટે સલમાન ખાન બધુ જ છે. તે મારા ભગવાન છે. એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાન માટે તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી હું જીવતો છું, સલમાન ખાન સાથે રહીશ અને તમે મને ભાઇની સાથે કે પાછળ નહીં પરંતુ આગળ ઉભેલો જોશો. જેથી તેના પર આવનાર દરેક ખતરાનો હું સામનો કરી શકું.

સલમાન ખાન પણ શેરા પર સૌથી વધુ ભરોસો કરે છે. શેરા સલમાન પહેલા ઘણા ફેમસ સેલેબ્સ માઇકલ જેક્સન, વિલ સ્મિથ, પેરિસ હિલ્ટનની સિક્યોરિટીની જવાબદારી સંભાળી ચુક્યો છે. થે પડછાયાની જેમ રહે છે. જો કે ધમકીઓ મળ્યા બાદ દબંગ ખાનને મુંબઇ પોલીસ તરફથી Y+ કેટેગરીની સિક્યોરિટી પણ આપવામાં આવી છે. સલમાન ખાનને મળેલી Y+ કેટેગરીની સુરક્ષા અંતર્ગત તેની સાથે ચાર હથિયારધારી સિક્યોરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application