શ્વેતા તિવારીની દીકરીને પાર્ટીમાં ગેટ પર જ ગળે લગાવી લીધી
શ્વેતા તિવારીની દીકરી પલકને જોઈને સૈફ અલી ખાનનો દીકરો તેને ભેટી પડ્યો હતો. ડેટિંગની અફવાઓ વચ્ચે પાર્ટીથી વાયરલ થયેલા વિડીઓ પર ફેન્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.ઈબ્રાહિમ અલી ખાને પાર્ટીમાં પ્રવેશતા પહેલા પલક તિવારીને ગેટ પર ગળે લગાવી હતી. પાર્ટીમાં ઈબ્રાહિમે પલકનો પરિચય વિજય વર્મા અને તમન્ના ભાટિયા સાથે પણ કરાવ્યો હતો.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન અવારનવાર ગોસિપ કૉલમમાં હેડલાઈન્સ બનાવે છે. સ્ટાર કિડ તેની આગામી ફિલ્મ ‘સરઝમીન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. પ્રોફેશનલ ફ્રન્ટ સિવાય તેની પર્સનલ લાઈફની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. 26 ઓક્ટોબરના રોજ અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપનાર ઈબ્રાહિમ અલી રુમર્ડ ગર્લફ્રેન્ડ પલક તિવારીને ગળે લગાવતો જોવા મળ્યો હતો. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
ઈબ્રાહિમ અલી ખાને પાર્ટીમાં પ્રવેશતા પહેલા પલક તિવારીને ગેટ પર ગળે લગાવી હતી. પાર્ટીમાં ઈબ્રાહિમે પલકનો પરિચય વિજય વર્મા અને તમન્ના ભાટિયા સાથે પણ કરાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પલક તિવારી અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીના સ્થળની બહાર પોતાની કારમાંથી નીચે ઉતરતી જોઈ શકાય છે. પલક એક મિલિયન ડોલરની સ્માઈલ ફ્લૅશ કરી અને પાપારાઝીની સામે પોઝ આપ્યો. આ પછી અભિનેત્રી તેના અફવા બોયફ્રેન્ડ ઇબ્રાહિમ અલી ખાનને ગળે લગાવતી જોવા મળી હતી.
પલક આ ખાસ પ્રસંગ માટે બ્રાઉન ટોપ અને બ્લુ જીન્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે ઈબ્રાહિમ બ્લેક આઉટફિટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ક્લિપમાં ઈબ્રાહિમ પાર્ટી વેન્યુ પર કેટલાક સ્ટાર્સ સાથે પલક સાથે વાત કરતો જોવા મળે છે. 27 ઓક્ટોબર, 2024 ના રોજ ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં હાજરી આપનાર હસ્તીઓમાં ઇબ્રાહિમ અલી ખાનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિજય અને તમન્ના પણ હાજર રહ્યા હતા.
ઈબ્રાહિમ અને પલકની વાત કરીએ તો તાજેતરમાં જ તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. જો કે આ અફવાવાળા કપલે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ ડેટિંગ કરી રહ્યાં છે, પરંતુ તેઓ ઈવેન્ટ્સ, પાર્ટીઓ અને સોશિયલ મીડિયા દ્વારા સતત એવા સંકેતો આપી રહ્યા છે કે તેમની વચ્ચે પ્રેમ ખીલી રહ્યો છે. આ વર્ષે જૂનની શરૂઆતમાં પલક તિવારી મુંબઈમાં ઈબ્રાહિમ અલી ખાનના ઘરની બહાર નીકળતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પલક તિવારી શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની દીકરી છે. પલકએ 2023માં સલમાન ખાનની ફિલ્મ તકીસી કા ભાઈ કિસી કી જાનતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech