સાગઠિયા અને મકવાણા સસ્પેન્ડ

  • June 03, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૨૭ જેટલા નિર્દેાષ લોકો આગમાં ભડથું થઈ ગયાની ઘટના બાદ તાત્કાલિક અસરથી રાજકોટ મ્યુનિ. કોર્પેારેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયા અને ડે. ઈજનેર મુકેશ મકવાણા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને ટીપીઓ સાગઠિયાની તાત્કાલિક અસરથી બદલી કરીને તેમના સ્થાને ટીપીઓ તરીકે પંડાની નિમણૂક કરાઈ હતી. દરમિયાન તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ ચોંકાવનારી વિગતો બહાર આવવા લાગતા તેમજ પૂર્વ ટીપીઓ સાગઠિયાની અપ્રમાણસરની સંપત્તિ સહિતના મામલાઓ પણ સામે આવતા રાજકોટના નવનિયુકત મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ પૂર્વ ટીપીઓ સાગઠિયા અને પૂર્વ ડે. ઈજનેર મકવાણા સહિત બેને સસ્પેન્ડ કરવા માટે હત્પકમ કર્યેા હતો.



વિશેષમાં મ્યુનિ. સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, સાગઠિયા અને મકવાણા બન્નેની સામે ટીઆરપી ગેમ ઝોનના અિકાંડ મામલે તપાસ શરૂ થઈ ત્યારથી જ નિિત હતું કે પ્રક્રિયાના ભાગરૂપે બન્ને સસ્પેન્ડ થશે જ. દરમિયાન આજે મ્યુનિ. કમિશનરએ પ્રક્રિયાગત ઔપચારિકતાને અનુસરતા બન્નેના સસ્પેન્શનના હત્પકમ જારી કર્યા હતા જેનાથી અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આગામી દિવસોમાં વધુ અધિકારીઓ અને ઈજનેરો સામે સસ્પેન્શન આવી રહ્યાની પણ ચર્ચા છે.



સુત્રોએ ઉમેયુ હતું કે, પૂર્વ ટીપીઓ સાગઠિયાના સ્થાને જેમને નિમણૂક અપાઈ છે તે રૂડાના ટીપીઓ પંડાએ મ્યુનિ. કોર્પેારેશનમાં ચાર્જ સંભાળીને કામગીરી શરૂ કરી દીધી છે. યારે આજે સસ્પેન્ડ થયેલા ડે. ઈજનેર મુકેશ મકવાણાના સ્થાને અન્ય ઈજનેરની નિમણૂક કરવા કાર્યવાહી ચાલી રહી છે


આચાર સંહિતા પૂર્ણ થતાંની સાથે ટીપી બ્રાંચમાં ધરખમ ફેરફારો આવશે
લોકસભા ચૂંટણીના આચાર સંહિતા હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થનાર છે ત્યારે ટાઉન પ્લાનિંગ બ્રાંચમાં હજુ ધરખમ ફેરફારો આવશે. પૂર્વ ટીપીઓ સાગઠિયાની નજીક હોય તેવા અનેક અધિકારીઓ અને ઈજનેરોની બદલીના હત્પકમ થાય તેવી પણ પ્રબળ સંભાવના હોવાનું જાણવા મળે છે. એકંદરે ટીપી બ્રાંચનું સમગ્ર માળખુ જ તબદીલ કરી નાંખવામાં આવશે. દરેક વોર્ડ અને ઝોન તેમજ દરેક ટીપી સ્કીમનો સ્ટાફ પણ બદલી નાંખવા હાલમાં હોમવર્ક ચાલી રહ્યું છે અને આચાર સંહિતા તા.૭ જૂને પૂર્ણ થતાની સાથે જ બદલીના વધુ ઓર્ડર આવશે. વર્ષેાથી એક જ બ્રાંચમાં અને એક જ ટેબલ ઉપર ફરજ બજાવતા હોય તેવા અનેકને ફંગોળવા માટે તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. અન્ય શાખાઓમાં ફરજ બજાવતા હોય અને ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેવા અધિકારીઓ અને ઈજનેરોને ટીપી બ્રાન્ચમાં નિયુકત કરવા વિચારણા ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application