દોઢ દાયકાથી ફરાર શખ્સ એલસીબીના સકંજામાં
જામનગર એલસીબીની ટુકડીએ ચડી બનીયાનધારી ગેંગના ૧૫ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જામનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જીલ્લાના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલસીબી પીઆઇ બી.એન. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો જામનગર જીલ્લાના તથા અન્ય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોકને મળેલ હકિકત આધારે અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના કલમ ૩૯૫, ૩૯૭ તથા આર્મ્સ એકટના ગુનાના કામે છેલ્લા ૧૫ વર્ષથી ચડી બનીયાનધારી ગેંગના નાસતા ફરતા આરોપી પપ્પુ કલા મછાર રહે. નાગણબેડી તા. રાણાપુર, જી.જાંબુઆ મઘ્યપ્રદેશ હાલ પાડાસણ ગામ તા.જી. રાજકોટવાળાને જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સીટી-એ પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMCash Deposit Rules: તમારા બેંક ખાતામાં કેટલી રાખી શકાય છે રોકડ, શું કહે છે RBIનો નિયમ?
April 11, 2025 09:11 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech