સેમ બહાદુરથી ઈમ્પ્રેસ થયા સચિન

  • December 04, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિક્કી કૌશલની ફિલ્મને ગણાવી ઐતિહાસિક


વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદૂર સિનેમાઘરોમાં રીલિઝ થઈ ચુકી છે. એવામાં સચિન તેંડુલકરે ફિલ્મ જોયા બાદ તેને ઐતિહાસિક ગણાવી છે.સેમ બહાદુર ફિલ્મ ઈન્ડિયન આર્મીના ફીલ્ડ માર્શલ રહી ચુકેલા સેમ માનેર્ક્શોના જીવન પર બેસ્ડ છે. આ બોયોપિકમાં વિક્કીએ સંપૂર્ણ ડેડિકેશનની સાથે સેમનું પાત્ર નિભાવ્યું છે. તેમની એક્ટિંગ જોઈને દરેક લોકો તેમના ફેન થઈ ગયા છે.   ત્યાં જ હવે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ વિક્કીના ફેન થઈ ગયા છે. ક્રિકેટર તેમની એક્ટિંગથી ખૂબ જ ઈમ્પ્રેસ જોવા મળી રહ્યા છે. વિક્કીએ હાલમાં જ એક પોસ્ટ કરી સચિનને ધન્યવાદ પાઠવ્યો છે. એક્ટરે ક્રિકેટરની સાથે એક ફોટો શેર કર્યો છે. 


વિક્કીએ લખ્યું- મારા બાળપણના હીરોએ મારી ફિલ્મ જોઈ. હું ખુશ  છું. ધન્યવાદ સચિન સર. તમારા શબ્દોનો. હું તેને હંમેશા સંભાળીને રાખીશ. વિક્કીની આ પોસ્ટથી તેમનું એક્સાઈટમેન્ટ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફેંસ પણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

સચિન તેંડુલકરે કર્યા વિક્કીના વખાણ

સેમની સ્ક્રીનિંગ જોયા બાદ સચિને વિક્કીના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું ખૂબ જ સારી ફિલ્મ છે. વિક્કીની એક્ટિંગથી ઈન્પ્રેસ્ડ થયો છું. ફિલ્મ જોઈને એવુ લાગ્યું કે હકીકતે ફિલ્ડ માર્શલ સેમ માનેકશૉ આપણી સામે છે. બોડી લેંગ્વેજ કમાલની હતી. આપણા દેશની હિસ્ટ્રી જાણવા માટે બિલકુલ હું કહીશ કે આ ફિલ્મ જોવી જોઈએ. હું કહીશ કે ખૂબ જ ઈમ્પોટન્ટ છે આ ફિલ્મ બધી જનરેશન માટે. . 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application