બે ની પાસા હેઠળ અટકાયત
જામનગર શહેરમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દારૂના ધંધાર્થીઓને કંટ્રોલમાં કરવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા દ્વારા બે બુટલેગર સામે પાસા નું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને બંનેની પાસા હેઠળ અટકાયત કરી લઇ અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલી દેવાયા છે.
જામનગરમાં સાધના કોલોની બ્લોક નંબર એમ -૬૯ ની પાછળ રહેતો મહેન્દ્ર ઉર્ફે બાડો રતિલાલ રાયઠઠ્ઠા કે જેની સામે ૭ થી વધુ દારૂ અંગેના કેસ નોંધાયેલા છે. જે દારૂના ધંધાર્થી સામે જિલ્લા પોલીસ વડા દ્વારા પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા સમાહર્તા સમક્ષ મોકલવામાં આવી હતી, જે મંજૂર કરવામાં આવી હોવાથી એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી ની ટુકડીએ દારૂના ધંધાર્થી મહેન્દ્ર રતિલાલ રાયઠઠ્ઠા ની પાસા હેઠળ અટકાયત કરી લઇ અમદાવાદની સાબરમતી જેલમાં ધકેલી દેવાયો છે.
આ ઉપરાંત સાધના કોલોની વિસ્તારમાં જ રહેતા અભિષેક ઉર્ફે શેરો મુકેશભાઈ બદીયાણી નામના શખ્સ સામે પણ દારૂ અંગેના બે કેસ નોંધાયા હોવાથી તેની સામે પણ પાસા હેઠળની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. અને તે મંજૂર થઈને આવી હોવાથી એલસીબી ની ટુકડીએ અભિષેક બદીયાણી ની પણ પાસા હેઠળ અટકાયત કરી લઈ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech