ગોંડલમાં જાહેરમાં ચલાતા વર્લી મટકાના જુગાર પર એસએમસીનો દરોડો: ૯ ઝબ્બે

  • December 10, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં સ્થાનિક પોલીસને ઐંઘતી રાખી વર્લી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો.અહીં માંડવી ચોક પાસે શૌચાલય નજીક જાહેરમાં ચાલી આ જુગારધામમાં પોલીસે જુગાર રમાડનાર શખસ અને આંકડા લખનાર ત્રણ શખસો સહિત કુલ ૯ શખસોને ઝડપી લઇ રોકડ .૩૫,૪૮૦ એક વાહન સહીત કુલ .૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઇ કે.એચ.ઝનકાત તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગોંડલમાં માંડવી ચોક પાસે જાહેરમાં જુગારધામ ચાલી રહ્યું છે.જેથી આ બાતમીના આધારે પોલીસે અહીં માંડવી ચોક પાસે વેરી દરવાજા નજીક શાક માર્કેટ પાછળના ભાગે જનસેવા સુવિધા સંસ્થાના શૌચાલય પાસે જાહેરમાં ચાલી રહેલા જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધો હતો.પોલીસે અહીં પટમાંથી રોકડ .૩૫,૪૮૦ અને કેલ્કયુલેટર, વર્લી મટકાની ચીઠ્ઠી અને એક એકટિવા સહિત કુલ .૧,૧૦,૪૮૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે દરોડા દરમિયાન અહીંથી જે નવ શખસોને ઝડપી લીધા હતાં તેમાં જાકીર ઉર્ફે સાજીદ અબુભાઇ લાખાણી(ઉ.વ ૨૫ રહે. ભગવતપરા મતવા વાળ શેરી નં.૩૩૧૦ ગોંડલ) , હનીફ ઉર્ફે ભુરો હત્પસેનભાઇ દલ(ઉ.વ ૩૧ રહે. રધુવીર સોસાયટી ગોંડલ), રફીક ઉમરભાઇ સમા(સીપાઇ)(ઉ.વ ૫૭ રહે.ભગવતપરા ગોંડલ), મકબુલ ઉર્ફે અહેમદ સલીમભાઇ કુરેશી(ઉ.વ ૨૯ રહે. સામાકાંઠે ગોંડલ), સલીમ સાજીદભાઇ આમદાણી(ઉ.વ ૪૨ રહે. જીઇબી પાછળ,જસદણ), મોહન હમીરભાઇ ઠુમર(ઉ.વ ૬૫ રહે. રેલનગર,રાજકોટ), દલા ઉર્ફે દલો રમેશભાઇ ભીલ(ઉ.વ ૩૬ રહે. અનીડા મૂળ સુસારી,મધ્યપ્રદેશ) , સવા ઉર્ફે સવો મુનસીંગભાઇ ભુરીયા(ઉ.વ ૩૫ રહે. પાચીયાવદર મૂળ એમ.પી) નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું આરોપી જાકીર ઉર્ફે સાજીદ અહીં વર્લી મટકાનો જુગાર રમાડતો હતો જયારે આરોપી હનીફ,રફિક,મકબુલ વર્લીના આંકડા લખતા હતા.આ સિવાયના અન્ય આરોપીઓ ગ્રાહકો હોવાનું માલુમ પડયું છે.આ અંગે એસએમસીના હેડ કોન્સ. અજીતસિંહ ડોડીયાની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસમાં આરોપીઓ સામે જુગારધામની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application