પોરબંદરના સરકારી બેંકોના મોટાભાગના એ.ટી.એમ. સર્વરની ખામી,ટેકનીકલ ક્ષતિ સહિત જુદાજુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે,તેથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેંકના મુખ્ય સતાધીશોને રજુઆત કરવામાં આવી છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં એસ.બી.આઈ.સહિતના મોટાભાગના એ.ટી.એમ. સર્વરની ખામી,ટેકનીકલ ક્ષતિ સહિત જુદાજુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે,જેથી લોકો એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે જાય છે,પરંતુ વિલા મોઢે પરત ફરે છે,લોકો છતે પૈસે લાચારીની અવસ્થામાં મુકાય જાય છે, ખાનગી બેંકોમાં જોઈએ ત્યારે એ.ટી.એમ.માં નાણા મળી જાય છે પરંતુ એસ.બી.આઈ.સહિતના એ.ટી.એમ.માં વારંવાર ફોલ્ટ સર્જાય અથવા તો નાણા ખલાસ હોય છે,તેથી ખાતાધારકો ખુબ હેરાન પરેશાન થાય છે.પોરબંદર શહેરના જુદા જુદા એ.ટી.એમ. સેન્ટરોમાં અનેક પ્રકારની ક્ષતિઓ વારંવાર સર્જાય છે અને તેના કારણે લોકોને સમયસર રૂપિયા મળતા નથી. સૌથી વધુ સમસ્યા એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટરોમાં સર્જાઇ રહી છે.પોરબંદરના પેરેડાઇઝ ફુવારા પાસે આવેલ જિલ્લા પોલીસવડાની કચેરી પાસેના એ.ટી.એમ. સેન્ટરમાં ફરી ક્ષતિ સર્જાઇ હોય તેમ ફરીથી બંધ થઈ ગયું છે જેના કારણે લોકોને અન્ય બેંકના એ.ટી.એમ. સેન્ટરનો સહારો લેવો પડે છે. માટે આ તંત્રએ તાત્કાલિક તેનું સમારકામ કરાવવું જોઈએ અને વહેલીતકે શરૂ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.મોટાભાગના એ.ટી.એમ. શોભાના ગાઠીયા સમાન બની રહે છે,અને અગાઉ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બેંકના તંત્રને રજુઆત કરવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech