રશિયન ફાઈટર એરક્રાફ્ટે ફરી સીરિયામાં અમેરિકન ડ્રોનનો રોક્યો રસ્તો

  • July 26, 2023 11:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને રશિયા વચ્ચેનો સંઘર્ષ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે ફરી એકવાર રશિયાના એક ફાઈટર જેટે સીરિયામાં અમેરિકન ડ્રોનનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર બન્યું નથી. હાલના સમયમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે.


અમેરિકી સેનાએ શું કહ્યું ?

યુએસ સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે એક રશિયન ફાઇટર જેટ સીરિયામાં અમેરિકન ડ્રોનની એટલી નજીક ઉડ્યું હતું કે તે હચમચી ગયું હતું અને નુકસાન થયું હતું. એરફોર્સના એક વરિષ્ઠ કમાન્ડરે જણાવ્યું કે રશિયાએ રવિવારે આકાશમાંથી MQ-9 રીપર ડ્રોનને આકાશમાંથી નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


રશિયાને અમેરિકાની મહત્વની અપીલ

યુએસ એરફોર્સ સેન્ટ્રલના વડા લેફ્ટનન્ટ જનરલ એલેક્સ ગ્રિન્કેવિચે જણાવ્યું હતું કે, રશિયન એરક્રાફ્ટ દ્વારા સર્જાયેલી ટર્બ્યુલન્સથી યુએસ MQ-9ના પ્રોપેલરને નુકસાન થયું હતું. અમે સીરિયામાં રશિયન દળોને આ પ્રકારની લાપરવાહી બંધ કરવા માટે આહ્વાન કરી રહ્યા છીએ.


નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં રશિયાએ 24 કલાકની અંદર બે વખત સીરિયામાં અમેરિકન ડ્રોનનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેની તસવીર પણ સામે આવી હતી. તે જ સમયે આ વર્ષની શરૂઆતમાં યુ.એસ.એ કહ્યું હતું કે એક રશિયન ફાઇટર પ્લેને કાળા સમુદ્ર પર ડ્રોન મોનિટરિંગના પ્રોપેલર સાથે છેડછાડ કરી હતી. જેના કારણે તે ક્રેશ થયું છે. જો કે મોસ્કોએ આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application