યુદ્ધથી રશિયાનો વિમાન ઉધોગ તબાહ; ૩૦ એરલાઈન્સ કંપનીઓ દેવાળુ ફંકવાની કગારે

  • November 15, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેન યુદ્ધને લગભગ ૩ વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હત્પમલા કરી રહ્યા છે. આ યુદ્ધ લાંબુ ખેંચવા માટે પુતિન ઉપર આક્ષેપો મુકાય છે. તેવામાં રશિયાનો વિમાન ઉધોગ એક તાજા સંકટમાં ફસાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દૈનિક ઇઝવેષ્ટ્રિયામાં કહેવામાં આવ્યું છે કે રશિયાની ૩૦ એરલાઈન્સ કંપનીઓ દેવાળુ ફંકવાની કગારે પહોંચી ગઈ છે. આ ૩૦ કંપનીઓ દેશના ૨૫ ટકા યાત્રીઓને લઇ જાય છે. પરંતુ વિત્તીય બોજાને લીધે ૨૦૨૫માં તે દેવાળું ફંકે તેમ છે.
આ કંપનીઓ પૈકી મોટા ભાગની કંપનીઓએ તો વિદેશોમાંથી વિમાનો ભાડા પટ્ટે લીધેલાં છે. યુક્રેન યુદ્ધ શ થતાં પશ્ચિમના દેશોએ રશિયા ઉપર આર્થિક પ્રતિબંધો મુકયા છે. તેથી રશિયાને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. આ ૨૫ પૈકી મોટા ભાગની કંપનીઓએ હવે ભાડા પટ્ટે વિમાનો લેવાનું બધં કરવું પડયું છે. પુતિને તે કંપનીઓ માટે દેવાં માફીની કશીક યોજના બનાવી છે. પરંતુ તે કંપનીઓ ઉપર ટેક્ષનો બોજ ઘણો વધી ગયો છે. આ કંપનીઓ ઉપર ૨૫ ટકા ટેક્ષ લાગે છે. મૂળ તો ૨૮ ટકા હતો. જે ઘટાડવો પડયો છે.
એ–૩૨૦ વિમાનોની સંભાળ માટે માસિક ૮૦ હજારથી ૧ લાખ ૨૦ હજાર ડોલરનો ખર્ચ થાય છે. આથી ઘણી આંતરિક વિમાન સેવા રદ્દ કરવી પડી છે. પાયલોટને પગાર આપવાનાં ફાંફાં છે તેથી તેઓ નોકરી છોડી રહ્યા છે. તેથી વિમાનોના પરિચાલનમાં મુશ્કેલી થાય છે. સ્ટાફની ઘટને લીધે, શેરેમેત્યેવો ઈંટરનેશનલ એરપોર્ટ પરની ૬૮ ઉડાનો રદ કરવી પડી છે.
આ સંકટમાંથી બહાર નીકળવા રશિયા નાના નાના પાડોશી દેશો પાસેથી મદદ માગે છે તે કાજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સહિત કેટલાયે મધ્ય એશિયાઈ નાના દેશો પાસેથી મદદ માગે છે. જેથી આંતરિક ઉડ્ડયનો ચાલતાં રહી શકે. રશિયાના પરિવહન મંત્રીએ પણ આ વાતની પુષ્ટ્રિ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News