રાજકોટ સહિત સમગ્ર દેશમાં આગામી તા.1 એપ્રિલ 2024 થી ઇન્કમટેક્સ એક્ટની કલમ 43 બી (એચ)નો અમલ શરૂ થવાની સાથે જ રિટેલર વેપારીઓથી લઈને ઉત્પાદકો અને એક્સપોર્ટર્સ સહિતના સૌ કોઇની હાલત માઠી થઈ ગઈ છે અને હાલમાં બેંકોમાંથી સીસી તેમજ લોન લેવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જો ચોપડે બાકી બોલતી રકમ જમા ન થાય તો તેના ઉપર વેપારીએ ટેક્સ ભરવો પડે તેવી જોગવાઈનો અમલ થનાર હોય બજારમાં ભારે બેકારો બોલી ગયો છે અને ખાસ કરીને જે વ્યાપાર ઉદ્યોગમાં અને એક્સપોર્ટના વ્યવસાયમાં લાંબો સમય સુધી ક્રેડિટ આપવી પડે તેવી સ્થિતિ થતી હોય તેવા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ઇન્કમટેક્સની આ કલમથી વધુ હેરાનગતિનો સામનો કરવો પડે તેમ છે.
ઉપરોકત સુધારાનો મુળ હેતુ માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી તથા સેવા પ્રદાન કરતા ક્ષેત્રોને પોતાનું પેમેન્ટ નિશ્ચિત સમય મયર્દિામાં મળી રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્નોના ભાગરૂપે ઉપરોક્ત કલોઝ એચ ઈન્કમટેક્ષ એકટમાં ઉમેરવામાં આવી છે પરંતુ નાના યુનીટો કે જે પ0 અને 100 લાખ કે તેથી નીચેનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા હોય તેઓની ટેક્ષ જવાબદારીને કારણે અન્ય નાણાંકીય અને વ્યવસ્થાકીય મુશ્કેલીઓ વધી ગઇ છે. હાલ સમગ્ર દેશમાં ઈન્કમટેક્ષ એકટ-1961ના સેકશન 43 બી (એચ)ના અમલ અંગે ઘણી મુંઝવણો ઉપસ્થિત થવાપામી છે ત્યારે આ બાબતને વિસ્તૃત રીતે સમજીએ તો પ્રવર્તમાન ઈન્કમટેક્ષ એકટ 1961ના સેકશન 43 બી (એચ)નો આગામી એપ્રિલ 2024થી અમલ કરવામાં આવનાર છે, જે મુજબ નવી જોગવાઇ અંતર્ગત કોઈપણ ઔદ્યોગીક કે સેવા પ્રદાન કરતા ક્ષેત્રો પાસેથી મેળવેલ પ્રોડકટ અથવા સેવાના યોગ્ય ચુકવણી સબંધે એમએસએમઇડી એકટ મુજબ સ્પષ્ટ જોગવાઇ નિધર્રિીત કરાઇ છે. જે કિસ્સામાં પેમેન્ટ બાબત સ્પષ્ટ એગ્રીમેન્ટ થયેલ હોય તેમાં 45 દિવસ તથા એગ્રીમેન્ટ થયેલ ન હોય તો 15 દિવસની સમય મયર્દિા નિધર્રિીત કરાયેલ છે. આ જોગવાઇ એમએસએમઇડી એકટના સેકશન 15 અંતર્ગત કરવામાં આવી છે. જો ઉપરોક્ત સમય મયર્દિામાં પેમેન્ટ થયું ન હોય તો જે તે નાણાંકિય વર્ષમાં નહી ચુકવાયેલ રકમ લેનાર વ્યકિતની આવકમાં ગણવામાં આવશે અને જયારે વાસ્તવિક પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ રકમ બાદ મળવાપાત્ર થશે.
15 કે 45 દિવસની સમય મયર્દિાનું
પાલન નહીં થાય તો પેનલ્ટી લાગશે
ઇન્કમટેક્સની કલમ 43 બીએચના અમલ સાથે બજારમાં પ્રવર્તમાન અનિવાર્ય સંજોગો જેવા કે, ગુણવતા વિષયક, જથ્થા વિષયક, નાણાંકિય પ્રવાહીતા વિગેરેના કિસ્સામાં નિશ્ચિત 15 કે 45 દિવસની સમય મયર્દિાનું પાલન ન થાય તેવા કિસ્સામાં આર્થિક પેનલ્ટી લાગશે.
ઇન્કમટેક્સ એક્ટની કલમ 43 બીએચ અને
એમએસએમઇની જોગવાઇમાં વિસંગતતા
ઇન્કમટેક્સની કલમ 43 બીએચના અમલ બાદ અનેક વિસંગતતાઓ નિમર્ણિ થશે જેવી કે એમએસએમઇડી એકટમાં મોડી ચુકવણીના કિસ્સામાં વ્યાજનું પ્રોવીઝન કરવામાં આવેલ છે. આ બન્ને જોગવાઈઓને એકત્રીત કરવાથી એડવાન્સ ટેક્ષની ગણતરી તથા ચુકવણીમાં વધારાનો બોજ પડશે.
કલમના અમલનો હેતુ ખરેખર ઉમદા પણ
સૂકા સાથે લીલું પણ બળે તેવો તાલ થશે
ઇન્કમટેક્સ એક્ટની કલમ 43 બીએચના અમલનો હેતુ ખરેખર ઉમદા છે પરંતુ સૂકા સાથે લીલું પણ બળે તેવો તાલ સર્જાશે. ઉપરોકત સુધારાનો મુળ હેતુ માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રી તથા સેવા પ્રદાન કરતા ક્ષેત્રોને પોતાનું પેમેન્ટ નિશ્ચિત સમય મયર્દિામાં મળી રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્નોના ભાગરૂપે ઉપરોક્ત કલોઝ એચ ઈન્કમટેક્ષ એકટમાં ઉમેરવામાં આવ્યો છે પરંતુ નાના યુનીટો કે જે પ0 અને 100 લાખથી નીચેનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા હોય તેઓની ટેક્ષ જવાબદારીને કારણે અન્ય નાણાંકીય અને વ્યવસ્થાકીય મુશ્કેલીઓ રહેશે.
પાડાને વાંકે પખાલીને ડામ; કરચોરોને પકડવા પ્રામાણિક કરદાતાની કનડગત
ગેરકાયદેસર અને ગે22ીતી આચરનારોની સામે દંડાત્મક અને કડક કાર્યવાહી થવી જ જોઈએ પરંતું તેઓની સાથે સાથે નિર્દોષ અને સાચા વેપાર-ઉદ્યોગકારોને કોઈપણ જાતની ખોટી મુશ્કેલીઓ ન ભોગવવી પડે તે પણ ખાસ ધ્યાને લેવું જોઈએ અને નિકાસકારોને હાલની ચુકવણીઓ અને વ્યવસાયીક સબંધોનો લાભ યોગ્ય રીતે ચાલું રહે તે માટે નિકાસકારોને આ કાયદાના દાયરામાંથી બાકાત કરવા જોઇએ. વૈશ્વિક મહામારી કોરોનાકાળ બાદ માંડ માંડ સ્થિર થયેલા વ્યાપાર ઉદ્યોગ જગતના સંજોગોને ધ્યાનમાં રાખી ઈન્કમટેક્ષ એકટ 1961ના સેકશન 43 બી (એચ)નું પુન:મુલ્યાંકન અને અભ્યાસ કરી નાના ઔદ્યોગીક એકમો, સેવા પ્રદાન કરનાર અને નિકાસકારોને પડનારી આર્થિક અને વ્યવસ્થાકીય મુશ્કેલીઓને ધ્યાને લઇ આ કાયદાના અમલ અંગે ફેર વિચારણા કરવા તથા યોગ્ય નિર્દેશ જારી કરી હાલના તબક્કે અમલ મુલત્વી રાખવા વ્યાપાર ઉદ્યોગ જગત ઇચ્છે છે.
કર્મચારીઓની હાલત પણ ખરાબ થશે
ઇન્કમટેક્સની કલમ 43 બીએચમાં જે પ્રકારની જોગવાઈઓ છે તેના અમલ સાથે વિવિધ એકમો દ્વારા તેમના કર્મચારીઓને ચુકવવામાં આવતા વેતન-ભથ્થા વિગેરેની ચુકવણીમાં ઘણો બધો વિલંબ થવા પામશે. આમ ફક્ત વ્યાપારીઓ અને ગ્રાહકો જ નહીં પરંતુ સામાન્ય કર્મચારીઓ ઉપર પણ તેની વિપરીત અસર થશે અને કર્મચારી વર્ગની હાલત પણ માઠી થશે.
એક્સપોર્ટર્સને સૌથી વધુ ફટકો પડશે
નિકાસના તમામ વ્યવહારોમાં પારસ્પારિક વિશ્વાસ અને નિર્ભરતા પાયાની જરૂરીયાત છે. નાના નિકાસકારો ખાસ કરીને એમએસએમઇ હેઠળ આવતા ઉત્પાદન કરીને નિકાસ કરનાર એકમો સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે, તેઓ કાચા માલની ખરીદી કરી, વસ્તુનું ઉત્પાદન કરી અને નિકાસ કરતા હોવાને કારણે તેઓના તમામ ખરીદી અને વેંચાણ સલગ્ન વ્યવહારો લેટર ઓફ ક્રેડિટ હેઠળ વિવિધ સમય મયર્દિા નિશ્ચિત થયેલ હોવાને કારણે નવી પ્રસ્થાપિત 45 અથવા 60 દિવસની મયર્દિા તેઓ માટે બાધારૂપ સાબિત થશે.
અમલની ભીતિથી બજારમાં નાણા ભીડ સર્જાઇ: ધનસુખ વોરા
ગ્રેટર રાજકોટ ચેમ્બરના ચેરમેન અને જૈન શ્રેષ્ટિ ધનસુખભાઈ વોરાએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સની કલમ 43 બીએચના અમલની ભીતિથી બજારમાં નાણાં ભીડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને કેશ ક્રેડિટ કે લોન લેવા જતા લોકોને બેંકો તાત્કાલિક એન્ટરટેઇન કરતી નથી અથવા એન્ટરટેઇન કરે તો પણ તાત્કાલિક પેમેન્ટ રિલીઝ થતા હોતા નથી. ખાસ કરીને માર્ચ એન્ડિંગના સમયગાળામાં આ પરિસ્થિતિ વધુ મુશ્કેલી ભરી બની છે. તદઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે એમએસએઇ કે સ્મોલ સ્કેલમાં 15 દિવસથી 45 દિવસમાં પેમેન્ટ મેળવવું ખૂબ મુશ્કેલ હોય છે 90 દિવસની લિમિટમાં પેમેન્ટ આવતું હોય છે આથી આ નવી કલમથી વ્યાપાર ઉદ્યોગ જગતની મુશ્કેલીઓ વધશે તેમ કહેવામાં બેમત નથી. આ કલમ દેખાવમાં સારી છે પરંતુ અનુભવમાં આકરી છે.
સૌરાષ્ટ્રમાં ઉધારીના વ્યવહારો વધુ તેથી તકલીફ થશે: વૈષ્ણવ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખે જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ એક્ટની કલમ 43 બીએચથી સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગને વધુ તકલીફનો સામનો કરવો પડશે કેમકે સૌરાષ્ટ્રમાં એમએસએમઇનું પ્રમાણ વધુ છે તદુપરાંત સૌરાષ્ટ્રમાં ઉદારી થી થતા વ્યાપારનું પ્રમાણ ઘણું મોટું છે અને ઉધાર આપેલા માલનું પેમેન્ટ 15 થી 45 દિવસની સમય મયર્દિામાં આવી જાય એવું જરૂરી હોતું નથી અમુક વેપારમાં 90 દિવસે પેમેન્ટ આવતું હોય છે તો અમુક વેપારમાં છ મહિને પણ પેમેન્ટ આવતું હોય છે આથી આ નવી કલમથી ભારે મુશ્કેલી થશે તે નક્કી છે. હાલમાં પણ અનેક વેપારીઓને ઉપરોક્ત જોગવાઈના કારણે બજારમાં ઉઘરાણીએ નીકળવું પડે અથવા તો કેશ ક્રેડિટ કે લોન લેવા જવું પડે તેવા સંજોગો નિમર્ણિ થઈ ગયા છે.
એપ્રિલથી થનારો અમલ મોકૂફ રખાશે: ટીલાળા
અગ્રણી ઉદ્યોગપતિ અને ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે ઇન્કમટેક્સ એક્ટની કલમ 43 બીએચનો અમલ આગામી એપ્રિલ માસથી થવાનો છે તે મોકૂફ રાખવા માટે અમે પણ સરકારમાં રજૂઆત કરી છે અને તેનો અમલ મોકૂફ રાખવા માટે ગંભીર વિચારણા પણ ચાલી રહી છે. આ મામલે કેન્દ્રીય મંત્રીઓ સુધી ધારાસભ્યો અને સાંસદો સ્તરેથી પણ રજૂઆત કરવામાં આવી છે. આગામી માસથી તાત્કાલિક અમલ કરાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech