રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી પર્વને લઈને રૂરલ પોલીસ એલર્ટ

  • October 24, 2024 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી પર્વ શાંતિપૂર્વક રીતે ઉજવાઈ શકે તે માટે રાજકોટ રૂરલ પોલીસ એલર્ટ બની છે. નવી પાંચ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. વાહન ચેકીંગ અને શંકાસ્પદ કે ગુનાહીત કૃત્યવાળા ઈસમોને પણ ચકાસવામાં આવી રહ્યા છે. રજાના દિવસો દરમિયાન મિલકત વિરોધી ગુના ન બને તે માટે પોલીસ દ્રારા ફત્પટ પેટ્રોલીંગ અને વાહનોમાં પેટ્રોલીંગ વધુ મજબુત બનાવવામાં આવ્યું છે.

દિવાળીના તહેવારો પર રાજકોટ જિલ્લ ામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે રેંજ આઈજી અશોકકુમાર યાદવની સુચના સાથે રાજકોટ જિલ્લ ાના એસપી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, ટ્રાફીક શાખા અને જિલ્લ ાભરની પોલીસને કામગીરી સોંપવામાં આવી છે. જિલ્લ ામાં ભીડભાડવાળી જગ્યાઓ ખરીદી અર્થે લોકો બહાર નીકળતા હોય આવા વિસ્તારો તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓ પર પોલીસનું પેટ્રોલીંગ ચાલુ કરાયું છે. પોલીસ પગપાળા ચાલીને  આવા વિસ્તારોમાં નજર રાખી રહી છે.

આ ઉપરાંત પોલીસના વાહનોમાં પેટ્રોલીંગ પણ વધુ સુદ્રઢ કરાયું છે. વાહન ચેકીંગની કામગીરી વધારવામાં આવી છે. રાજકોટ જિલ્લ ામાં હાલની ઉપરાંત હાઈવેને જોડતા માર્ગેા પર અન્ય નવી પાંચ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. ચેક પોસ્ટ પર રાઉન્ડ ધ કલોક પોલીસ ઓનડયુટી ગોઠવવામાં આવી છે. અત્યાર સુધીમાં ૫૩૨ જેટલા શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોરી, લૂંટ, મિલકત સંબંધી ગુનાઓમાં આવી ચુકેલા આવા ૧૧૨ જેટલા શંકાસ્પદ ઈસમોને ચેક કરાયા છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી પર્વ દરમિયાન રજાના દિવસોમાં અન્ય પ્રાંતમાંથી આવીને અહીં વસેલા લોકો વતન તરફ જતા હોવાથી આવા પરપ્રાંતીય પૈકીના કેટલાક ગુનાખોર માનસ ધરાવતા હોય વતનમાં જવા સમયે ચોરી, લૂંટ કે અન્ય કોઈ મિલકત સંબંધી ગુનાઓ આચરીને નાસી જતા હોય છે. આવું કઈં ન બને એ માટે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

ટ્રાફીક સંબંધી કેસમાં પણ વધારો કરાયો છે. લોકોમાં અલગ અલગ પ્રકારની ઢબથી થતાં ગુનાઓ બાબતે જાગૃતિ આવે અને આવા ગુનાઓ અટકી શકે તે માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને જાહેર જગ્યાઓમાં આવા પેમ્પલેટ લગાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લ ાના તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ ૫૫૦થી વધુ પોલીસ કર્મચારીઓના દિવાળીના પર્વ સંબંધે વધુ સતર્ક રહેવા માટે અધિકારીઓ દ્રારા સુચના સાથે કામગીરી લેવાઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News