અનુપમા ફેમ રુપાલી ગાંગુલીને રાખી અને ઉર્ફીએ બનાવી ઉલ્લુ

  • April 27, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સંસ્કારી વહુ ડ્રામા ક્વીન અને ઇન્ટરનેટ સેનેસેશન વચ્ચે ફસાઇ ગઇ
  • ટીવી કલાકારો માટેના એવોર્ડ ફંકશનનના વીડિયો થઇ રહ્યા છે વાઇરલ


મંગળવારે એક એવોર્ડ શો યોજાયો હતો. જ્યાં અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીનો ભેટો ડ્રામા ક્વીન રાખી સાવંત અને ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ સાથે થયો હતો. તે બંનેને ભેટી હતી અને વાતચીત કરી હતી. આ દરમિયાન ઉર્ફીએ રૂપાલીને તે તેના મેસેજનો જવાબ ન આપતી હોવાની ફરિયાદ કરી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઇ.


કોઈ પણ એવોર્ડ શો એકસાથે ઘણા બધા એક્ટર્સને સાથે જોવા માટેનું બેસ્ટ ફંક્શન છે. મંગળવારે પણ એક એન્ટરટેન્મેન્ટ વેબસાઈટ દ્વારા એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ઈમલી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ તેમજ અનુપમા સહિતની સીરિયલોની સાથે-સાથે અન્ય ચેનલ પર પ્રસારિત થતી સીરિયલોના કલાકારોએ હાજરી આપી હતી. 


 એવોર્ડમાં બિગ બોસ પર્સનાલિટી રાખી સાવંત , ઉર્ફી જાવેદ અને અર્શી ખાન પણ હાજર રહ્યા હતા. આ દિવસ સૌથી વધારે ખાસ રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમા માટે રહ્યો હતો. કારણ કે, તેને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. ફંક્શનના રેડ કાર્પેટ પરથી કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાંથી એક રાખી, ઉર્ફી અને રૂપાલીનો છે.


રાખી સાવંત મીડિયા સાથે વાતચીત કરી રહી હતી ત્યારે રૂપાલી ગાંગુલી પાસે ગઈ હતી. બંને બિગ બોસની પહેલી સીઝનથી એકબીજાને ઓળખે છે. તેઓ બંને ભેટ્યા હતા અને હાઈ-હલ્લો કર્યું હતું. આ સમયે રાખીએ તેમ પણ કહ્યું હતું કે, અનુપમા તેના માટે સૌથી મોટી વિનર છે. 


બંનેની વાતચીત ચાલી રહી હતી ત્યાં ઉર્ફી જાવેદ આવી ચડી હતી અને રૂપાલીને ભેટી હતી. આ સાથે તેણે ફરિયાદ પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, તે તેના મેસેજનો જવાબ આપતી નથી. જ્યારે રૂપાલીએ કહ્યું કે તેને કોઈ મેસેજ જ નથી મળ્યો ઉર્ફીએ તેના ફોન નંબર પર મેસેજ કર્યો હોવાનું કહ્યું હતું અને તે મેસેજ પણ દેખાડ્યો હતો. આટલું કહી તે ત્યાંથી જતી રહી હતી, 

બાદમાં રાખીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે...

હું આજે પોતે ટ્રોફી બનીને આવી છું અને મારો ફેવરિટ શો અનુપમા છે. હકીકતમાં આખા દેશનો ફેવરિટ શો છે. તો આ ટ્રોફી જાય છે અનુપમાને. લઈ લે મને'. તે પછી બંને ખડખડાટ હસી પડી હતી.


અવોર્ડ ફંક્શનમાં રૂપાલી ગાંગુલી પીળા કલરની સાડી પહેરીને આવી હતી અને વાળ તેણે બાંધીને રાખ્યા હતા. જ્યારે ઉર્ફી જાવેદ હંમેશાની જેમ અતરંગી કપડામાં દેખાઈ હતી તો રાખી સાવંતે સિલ્વર કલરના ડીપનેક બ્રાલેટની સાથે બ્લેક સ્કર્ટ પર પસંદગી ઉતારી હતી. વીડિયો વાયરલ થતાં સોશિય મીડિયા યૂઝર્સે મજા લીધી હતી.


 એક યૂઝરે લખ્યું હતું 'રૂપાલી ક્યાં આ બંને વચ્ચે ફસાઈ ગઈ', તો એક યૂઝરે લખ્યું હતું 'રાખીએ તો ઉર્ફીને જબરી ઈગ્નોર કરી', તો એકે લખ્યું હતું 'બિગ બોસ સીઝન 1ની બે કટ્ટર દુશ્મન'. આ સિવાય રૂપાલી ગાંગુલીના ફેન્સે તેના આઉટફિટના વખાણ કર્યા હતા અને સાદગીના કારણે જ તે બધાની પ્રિય બની ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
 
એવોર્ડ ફંક્શનમાં અનુપમા સીરિયલને 17 એવોર્ડ મળ્યા હતા. અંતમા મીડિયા સાથે વાતચીત કરતાં રૂપાલી ગાંગુલીએ સીરિયલ સાથે જોડાયેલી દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો તો ગૌરવ ખન્નાએ કહ્યું હતું કે...

 


રાજન સર (પ્રોડ્યૂસર) જેવા સ્ટોરીટેલર મારા અત્યારસુધીના કરિયરમાં ક્યારેય મળ્યો નથી. અનુજ કપાડિયાના પાત્ર માટે તેમણે મને પસંદ કર્યો તે માટે પોતાને નસીબાદાર માનુ છું. હું હંમેશા કહું છું કે, તેવો એવા ઝવેરી છે જેઓ સાચા હીરાની પરખ કરી જાણે છે. અમે આજે તમારી સામે એટલા માટે ઉભા છીએ કારણ કે, તેમની નજર અમારા પર હતી જ્યારે તેઓ આ પાત્ર વિશે વિચારી રહ્યા હતા'. 
 
 આ સાથે તેણે તેની સાથે એવોર્ડ શોમાં હાજરી આપનારી પત્ની આકાંક્ષા ચમોલાનો પણ સપોર્ટ માટે આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application