લો હવે આર્યન ખાન અને નોરા ફતેહીના રોમાન્સની ઉડી રહી છે હવા

  • January 05, 2023 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કામણગારી ડાન્સર સાથે શાહરુખ પુત્રના ફોટા થયા વાયરલ

નોરાની કરણ જોહરના મિત્ર વર્તુળ સાથે દોસ્તીમાં થયો વધારો

કહેવાય છે કે 'ઇશ્ક ઔર મુશ્ક છિપાયે નહીં છિપતે... તેમ અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે ન્યૂ યર પાર્ટીમાં થયેલી KISS સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને બોલીવુડ અભિનેત્રી-ડાન્સર નોરા ફતેહી વચ્ચે ડેટિંગના સમાચાર આવી રહ્યા છે. બંને આ વખતે નવા વર્ષ પર દુબઈમાં હતા.

 ન્યૂ યરની પાર્ટીમાંથી એક અન્ય કપલ સાથે હોવાના સમાચારે બધાને આશ્ચચકિત કરી દીધા છે. આ સમાચાર છે.  વાસ્તવમાં એક Reddit યુઝરે બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા અને આર્યન અલગ-અલગ તસવીરોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની એક ફેન છે જે બંને સાથે જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું, તાજેતરમાં સાંભળ્યું કે નોરા અચાનક કરણ જોહર અને તેના મિત્રોની ખૂબ નજીક આવી ગઈ છે. હવે તે દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં આર્યન ખાન સાથે ડિનર કરતી જોવા મળી હતી.
 
અવારનવાર આવા સમાચારો પર જ્યાં યૂઝર્સ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવે છે તો બીજી તરફ આ પોસ્ટ પર ઘણા યુઝર્સ ઓરિજિનલ પોસ્ટ કરનાર વ્યક્તિને પોતાની વિચારસરણીને બદલવાની સલાહ આપી રહ્યા છે. એક બાજુ આ પોસ્ટ જોઇ ઘણા લોકો ખુબ ખુશ થયા છે તો બીજી તરફ ઘણા લોકોએ કહ્યું કે માત્ર આ તસવીરોના આધારે આવું કહેવું વાહિયાત છે. હવે આમાં કેટલું સત્ય છે તે ખબર નથી, પરંતુ આર્યન અને નોરા ફરી ચર્ચામાં આવી ગયા છે. 

આર્યન ખાનની વાત કરીએ તો તે ટુંકમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, કેમેરા પર આવવાને બદલે આર્યન કેમેરાની પાછળ પોતાના નવા પ્રોજેક્ટ માટે રાઈટિંગ કરતો અને દિગ્દર્શિત કરતો જોવા મળશે.આર્યનની આ ફિલ્મ શાહરૂખ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી છે. એવા અહેવાલો છે કે આર્યનની આ દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application