સૂર્ય નમસ્કાર મહા અભિયાનમાં ભાગ લેવા માટેની નિયમસૂચિ પ્રસિદ્ધ કરાઈ

  • December 16, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાવની પાળે લોકોને યોગની ટ્રેનીંગ આપવામાં આવી


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સુર્ય નમસ્કાર મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પધર્મિાં ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા નિયમોની સૂચિ જાહેર કરવામાં આવી છે.


જે મુજબ, આ એક વ્યક્તિગત સ્પધર્િ છે, જેમાં સ્પર્ધકોએ સૂર્યનમસ્કારમાં 12 સ્ટેપ્સ રજૂ કરવાના રહેશે. સ્પર્ધકે કોઈ પણ કટ વિનાના અને અપારદર્શક-બંધ ગળાના વસ્ત્રો પહેરવાના રહેશે. સૂર્યનમસ્કાર કરતા સમયે સ્પર્ધકની શ્વાસ- પ્રશ્વાસની સ્થિતિ, દરેક આસનમાં સ્થિસ્તા અને હાવ-ભાવનું અવલોકન કરવામાં આવશે. શાળાઓએ તેમનું રજીસ્ટ્રેશન શાળા વાઈઝ કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન એક જ વખત એક જ મોબાઇલ નંબર ઉપરથી કરવાનું રહેશે. સ્પર્ધક કોઈપણ પ્રકારના મ્યુઝિકનો ઉપયોગ કરી શકશે નહી.


સ્પર્ધકે ખુદ યોગ માટેની મેટ, આસન પટ્ટો અથવા શેતરંજી સાથે લઈને આવવાનું રહેશે. કોઈપણ પ્રકારના વિવાદ સમયે નિણર્યિકનો નિર્ણય આખરી ગણાશે. કોઈપણ વિવાદ સમયે નિણર્યિકના નિર્ણય સામે અપિલ ઑથોરીટી તરીકે ખાસ ફરજ પરના અધિકારીના અધ્યક્ષસ્થાને નિમાયેલી કમિટી જ આખરી નિર્ણય કરશે. જે સર્વેને બંધનકતર્િ રહેશે. સ્પધર્નિા સમયે સ્પર્ધકની સાથે આવેલા નાગરિકોએ ઓડિયન્સમાં શિસ્ત જાળવવાની રહેશે.


સ્પધર્મિાં ભાગ લેવા માટે રાજ્યમાં નિવાસ કરતા અને અત્રે જ રહેઠાણ ધરાવતી વ્યક્તિ જ ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધક પોતાની સાથે પોતાનું ઓરીજીનલ આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો તેમજ તેની એક નકલ સાથે રાખવાની રહેશે. આ સ્પધર્મિાં જજ તરીકે કામગીરી કરનારી વ્યક્તિ સ્પધર્મિાં ભાગ લઈ શકશે નહી. જે-તે જિલ્લામાં રહેનારી વ્યકિત તેના પોતાના જ જિલ્લાની સ્પધર્મિાં ભાગ લઈ શકશે અને એક જ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


દરેક સ્પર્ધકે પોતાની ક્ષમતા, શારીરિક સ્વાસ્થ્ય અને મયર્દિાને ધ્યાનમાં લઈને સ્પધર્મિાં ભાગ લેવાનો રહેશે. સ્પર્ધકને જો કોઈપણ હાનિ પહોંચશે તો તેની જવાબદારી જે-તે સ્પર્ધકની જ રહેશે. આ સ્પધર્મિાં ભાગ લેતા પૂર્વે સ્પર્ધકે ફિટનેશ માટેનું બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અત્રે જણાવેલા તમામ નિયમોનું જિલ્લાના તમામ સ્પર્ધકોને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application