રીબેટ યોજનામાં મિલ્કત વેરામાં રુા.૨૪.૯૪ કરોડ ભરાયા

  • November 02, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોટર ચાર્જ યોજનામાં ૩.૬૫ કરોડની કોર્પોરેશનને આવક

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલું નાણાકીય વર્ષમાં બીજી વખત મિલ્કત વેરા અને વોટર ચાર્જમાં રીબેટ આપવાનું શરુ કર્યુ હતું જે યોજના પુરી થઇ છે અને તા.૧૦-૭ થી ૨૩-૮ દરમ્યાન ૬૧૪૪૦ આસામીઓએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો. જેમાં મિલ્કત વેરામાં ૨૪.૯૪ કરોડ અને વોટર ચાર્જમાં ૩.૬૫ કરોડ પ્રાપ્ત થયેલ છે જયારે ૨.૬૩ કરોડનું રિબેટ અપાયું હતું, આ યોજનામાં મિલ્કત વેરામાં લાભાર્થીઓને ૨.૨૩ કરોડ તથા વોટર ચાર્જમાં ૨૦૨૬૪ લાભાર્થીઓએ રુા.૪૦.૪ લાખનું રીબેટ મેળવ્યું છે.
ફરીથી રીબેટ યોજના શરુ કરાતા તા.૧-૧૦-૨૩ થી ૩૦-૧૦-૨૩માં ૯૦૭૩ આસામીઓએ એડવાન્સ વળતર વેરા યોજનાનો લાભ મેળવેલ છે જેમાં મિલ્કત વેરામાં ૬.૬૮ કરોડ, વોટર ચાર્જમાં ૭૦.૮૩ લાખ અને કુલ રુા.૪૫.૦૧ લાખનું રીબેટ અપાયું હતું જેમાં ૬૮૫૦ મિલ્કત વેરાના લાભાર્થીઓએ ૪૧.૦૩ લાખ તથા વોટર ચાર્જમાં ૨૨૨૩ લાભાર્થીઓેએ આ  બંને યોજનામાં કુલ ૭૦૫૧૩ લાભાર્થીઓએ મિલ્કત વેરામાં કુલ ૩૧.૬૨ અને વોટર ચાર્જમાં રુા.૪.૩૬ કરોડ ભરેલ છે અને કોર્પોરેશને કુલ ૩.૦૮ કરોડનું રીબેટ આપેલ છે. અત્યાર સુધીમાં કુલ વર્ષ દરમ્યાન રુા.૫૪.૩૮ કરોડ વેરો ભરાયો છે, આ કાર્યવાહીમાં આસી.કમિશ્નર (ટેકસ) જીગ્નેશ નિર્મલ અને એમની ટીમે કર્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application