જામકંડોરણા મામલતદાર કચેરી સંકુલમાં વાહનની ડેકીમાંથી ૧ લાખ રોકડની ચોરી

  • February 17, 2025 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામકંડોરણા મામલતદાર કચેરી સંકુલમાં ખેડૂતના સ્કૂટરની ડેકીમાંથી .૧ લાખ રોકડ અને પાસબુકની ચોરી થયા અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડૂત બેંકમાંથી પૈસા ઉપાડી અહીં મામલતદાર કચેરીમાં ૭૧૨ નો દાખલો કઢાવવા માટે આવ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.
જામકંડોરણાના ઉજળા ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ દોંગા (ઉ.વ ૬૦) નામના વૃદ્ધે જામકંડોરણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ગઈ તા.૧૫૨ ના તેઓ વાડીએ મરચાં ઉતારવા માટે મજરો રાખેલ હોય જેને મજૂરીના પૈસા આપવાના હતા જેથી તેઓ પોતાના ગામ ઉજળાથી ૧૦:૩૦ વાગે જામકંડોરણા એસબીઆઇ બેન્કમાં ગયા હતા. યાંથી પિયા ૧ લાખ ઉપાડા હતા અને આ પિયા તથા પાસબુક તેમણે થેલીમાં નાખી સ્કૂટરની ડેકીમાં મૂકી હતી.
બાદમાં તેઓ જામકંડોરણા મામલતદાર કચેરીએ જમીનના ૭૧૨ નો દાખલો કઢાવવા ગયા હતા અને અહીં મામલતદાર કચેરીની સામે ગ્રાઉન્ડમાં પોતાનું સ્કૂટર રાખ્યું હતું. આ ૭૧૨ નો દાખલો કઢાવી બપોરના ૧૧:૩૦ વાગ્યે તેઓ અહીં પોતાના વાહન પાસે આવતા ડીકીમાં જોતા પિયા જોવા મળ્યા ન હતા. બાદમાં બેંકની આસપાસ તપાસ કરતા પિયાની થેલી તથા પાસબુક મળી આવી ન હતી.
બાદમાં તેઓ ઘરે જતા રહ્યા હતા અને સંતાનોને આ વાત કરી હતી. આમ વૃદ્ધે વાહનની ડેકીમાં રાખેલ રોકડ પિયા ૧ લાખ તથા પાસબુક કોઈ શખસ ચોરી કરી ગયો હોય જે અંગે તેમણે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application