પોરબંદર ‘આજકાલ’ સંગ રૂમઝુમ નવરાત્રિ રાસોત્સવને માણવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે ચોપાટીના ઓસીયેનિક ગ્રાઉન્ડમાં ભવ્યાતિભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ ધમધમી રહી છે.
સ્વ. શ્રી હિમતભાઈ કારિયાનાં આશીર્વાદ અને પ્રેરણાથી જુનીયર રધુવંશી ગ્રુપ , શ્રી રધુકુલ પરિવાર ,મનન હોસ્પિટલ રાજકોટ , ‘આજકાલ’ મીડિયા પાર્ટનર તથા રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા તા. ૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૦/૧૦/૨૦૨૪ સુધી રૂમઝૂમ નવરાત્રી રાસોત્સવનું આયોજન ચોપાટી ઓસીયેનીક ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું છે. આ આયોજન છેલ્લા ચાર વર્ષથી પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવતું હતુ ત્યારે ત્યાં પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ પીચ બનાવવામાં આવતા આ ગ્રાઉન્ડ મળેલ ન હતુ ત્યારે વેપારીઓની લાગણી તેમજ શહેરભરમાં રૂમઝૂમનાં ખેલૈયાઓની લાગણી ને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા દ્વારા ફરી પાછું મઝૂમ નવરાત્રી આયોજનનું સ્થળ ગત વર્ષ બદલી ચોપાટી પાર્ટીપ્લોટ ખાતે ભવ્ય આયોજન કરેલ હતુ. ત્યારે આ વર્ષ આ જ રૂમઝૂમ રાસોત્સવનું આ વર્ષે ચોપાટી ઓસીયેનીક ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરવામાં આવેલું છે. આયોજનની વિશિષ્ટતા એ છે કે સુંદર ગ્રાઉન્ડ , ૧૦ હજાર માણસનો સમાવેશ થાય એવડી કેપેસીટી, છ હજાર બેઠક વ્યવસ્થા, પાર્કીંગની સગવડતા , વિશિષ્ટ સગવડતા , પ્રીમીયમ લોન્જ તથા મેડિકલ સારવાર ટીમ ખડે પગે , આઇ.સી.યુ. વેન્ટીલેટર, એમ્બ્યુલન્સની સગવડતા તેમજ ફાયર સેફટી જેવી અનેક સુવિધા સાથે કાર્પેટ ફ્લોર ખેલૈયાઓ માટે અલગ-અલગ ઇનામોની વણઝાર તેમજ દરરોજ ખલૈયાઓને અઢળક ઇનામોની વણઝાર તેમજ આ ગ્રાઉન્ડમાં સેફટી અને સલામતીની ખુબ સારી વ્યવસ્થા સાથે રૂમઝૂમ નવરાત્રીની ટીમ તથા પ્રોજેક્ટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગ્રાઉન્ડમાં નીલેશ ઝાલા , ઓરકેસ્ટ્રા ટીમ જે.કે. સાઉન્ડ લાઈનર સાઉન્ડ સીસ્ટમ ની સુવિધા , તેમજ પ્રીતેશ હિન્ડોચા દ્વારા પ્રીમીયમ એલ.ઈ.ડી. લાઈટીંગની સુંદર વ્યવસ્થા સાથે આ આયોજન કરવામાં આવેલ છે ત્યારે તેમજ ખાસ કરીને ખેલૈયાઓ માટે તથા શહેરીજનો માટે કેન્ટીનમાં પૌષ્ટિક આહાર ધરાવતી અલગ- અલગ વેરાયટીઓની સગવડતા સાથે આ ગ્રાઉન્ડ સુંદર સજ્જ કરવામાં આવશે ત્યારે ખાસ રૂમઝૂમ રાસોત્સવનાં ખેલૈયાઓ માટે વિશેષ જાહેરાત નીચે મુજબ કરવામાં આવે છે : ચોપાટી ઓસીયેનીક ગ્રાઉન્ડ નવા સ્થળ સાથે રૂમઝૂમ રાસોત્સવના આયોજનમાં અગાઉના કોઇપણ નિયમો તથા ધારાધોરણ લાગુ પડશે નહી, એટલે કે અગાઉ રૂમઝૂમ રાસોત્સવમાં કોઇપણ ખેલૈયાઓ પ્રિન્સ, પ્રિન્સેસ, રનર્સઅપ , ટોપટેન, અન્ય સ્પર્ધામાં સ્પર્ધક વિજેતા થયા હોય , તેઓ આ વર્ષ પણ સ્પર્ધામાં વિજેતા થવાના હક્કદાર રહેશે. તેમજ તેઓ સ્પર્ધક તરીકે વિના સંકોચે ખુશીથી ભાગ લઈ શકાશે., જુનીયર કિડ્સ સ્પર્ધાની ઉંમર ૧ થી ૦૮ વર્ષ સુધીની સીનીયર કિડ્સ સ્પર્ધાની ઉંમર ૦૯ થી ૧૬ વર્ષ સુધીની, યંગસ્ટર સ્પર્ધાની ઉમર ૧૭ ઉપરની ઉપરોક્ત જણાવેલ ઉંમર મર્યાદા વર્ષ ધ્યાનમાં લઈને સ્પર્ધાના નિર્ણયો તટસ્થતાથી લેવામાં આવશે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech