જૂનાગઢમાં ગઈકાલે સાંજે કાળવા ચોક વિસ્તારમાં આંગડિયું કરવા ગયેલ રાજકોટના યુવકને રકમ ન ભરવા જણાવતા પરત ફરતા હતા તે દરમિયાન સાથે રહેલા બે યુવકોએ છરીની અણીએ રૂ.26.80 લાખની કિંમતનો થેલો ઝૂંટવી લૂંટ કરી નાસી જતા ત્રણ ઈસમ સામે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ અને યુવકની પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય માર્ગ પર થયેલા બનાવ માં યુવક દ્વારા અપાયેલી માહિતીથી પોલીસ ચકરાવે ચડી છે અને આંગડિયા થી લઈ સાથે રહેલા યુવકો નીઅવર-જવર સહિતની બાબતો અંગે ઊંડાણપૂર્વકની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે એ ડિવિઝન માંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ભગવતી સોસાયટી શેરી નં5 અને 2 ના ખૂણે દૂધસાગર રોડ પર રહેતા રમજાનભાઈ હારુનભાઈ ઉઠમનાને રાજકોટના તેના મિત્ર મયુર સિંહ સોલંકી દ્વારા 26.80 લાખની રકમ જુનાગઢ આંગડિયું કરવા આપેલ હતી.આ રકમ રમજાન ભાઈ અયાન ઉર્ફે પાચ્યો નામના યુવક સાથે આંગળીઓ કરવા જતા હતા તે દરમિયાન રસ્તામાં પહોંચતા મયુરસિંહ સોલંકી એ આંગડિયું ન કરવા જણાવ્યું હતું જેથી રૂપિયા લઇ અયાન પાંચિયાના મિત્ર રમીન ખાન ઉર્ફે ભાવનગરી અને સાહિલ દલ ની સાથે પરત ફરતા હતા. રસ્તામાં કાળવા ચોક વિસ્તારમાં પહોંચતા બંને યુવકોએ રમજાન ભાઈના ગળા પર છરી રાખી ઇજા કરી મારી નાખવાનું જણાવી રોકડ રકમ ભરેલ થેલો લુટે નાસી ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝનમાં ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી.
શહેર મધ્યમાં મહિલા પોલીસ ચોકી પાસે અને મુખ્ય માર્ગ પર જ સાંજના સમયે છરીની અણીએ રોકડની લૂંટ થયાના બનાવ બાદ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી હતી. બનાવમાં આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ડોગ સકોડ, એ ડિવિઝન એલસીબી, એફએસએલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર બનાવમાં પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય માર્ગ પર છરીની અણીએ લૂંટ કરવાનો બનાવ ના એક કલાક બાદ કંટ્રોલને જાણ કરવામાં આવી અને બીજી તરફ મુખ્ય માર્ગ પર છરીની અણીએ રોકડ રકમનો થેલો લૂંટી નાસી જવાના બનાવમાં ફરિયાદી રમઝાન ભાઈની ઊંડાણપૂર્વક ને પૂછપરછ કરવામાં આવી રહી છે. રૂપિયા કોણે આપ્યા શા માટે આપ્યા અને શા કારણે રદ કરાવ્યા તે તમામ બાબતો ક્યા આંગડિયામા રૂપિયા આપવાના હતા અને અન્ય બે મિત્રો શા માટે સાથે આવ્યા હતા તે તમામ બાબતે પૂછપરછનો ધમધમાટ હાથ ધરાયો છે. પોલીસ દ્વારા ફરિયાદી યુવકની પણ ઉલટ પૂછપરછ કરવામાં આવી રહી છે.
જોકે સામાન્ય બાઇકની ચાવી સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢતી પોલીસ હજુ સુધી લૂંટના બનાવના 18 કલાક બાદ પણ લૂંટ કરી મોપેડમાં નાસી ગયેલ યુવકોને શોધી શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech