ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર–વિમર્શ અને તેના આધારે નીપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસવાર્તા યોજાઈ હતી.
આ પત્રકાર પ્રેસવાર્તામાં કલેકટરએ છેલ્લ ા બે દિવસ દરમિયાન જિલ્લ ાના વરિ અધિકારીઓ દ્રારા જિલ્લ ાના વિકાસ માટે કરાયેલા મનોમંથન અને વિકાસના રોડમેપની ફળશ્રુતિ વર્ણવી હતી.
તેમણે જણાવ્યું કે, ચિંતન શિબિરમાં ફકત ચિંતન કરવું પૂરતું નથી પરંતુ આ ચિંતન શિબિરના આધારે નીપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક જ સમયમાં જિલ્લ ામાં વિકાસ માટે જરી પગલાઓ પણ ઉઠાવવામાં આવશે. જિલ્લ ાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો ૧૦૦% લાભ મળે અને સેચ્યુરેશન સુધી પહોંચી શકાય. સરકારી જમીનોનો સારો ઉપયોગ કરી શકાય. ગ્રામીણ સ્તરે વધુ રોજગારીનું નિર્માણ થાય. પ્રવાસન ક્ષેત્રે માળખાકિય સુવિધાઓમાં વધારા સાથે વિકાસ થાય તે માટે ટીમ ગીર સોમનાથ પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરમાં કરાયેલા મનોમંથનના આધારે ટૂંકાગાળાના ઉદ્દેશો અને લાંબાગાળાના ઉદ્દેશો નક્કી કરીને જે જિલ્લ ાકક્ષાએ શકય છે. તેવી બાબતો પરત્વે તાત્કાલિક અમલ કરવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી.. તો, નીતિવિષયક અને રાય સરકાર પાસેથી મંજૂરી લેવી પડે અથવા અન્ય જિલ્લ ા સાથે સંકલન કરવું પડે તેવા વિષયો પરત્વે પણ આગામી સમયમાં ગંભીરતાપૂર્વક પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
વિવિધ જૂથના ગૃપ લીડરોએ આ અંગે તેમના જૂથના સભ્યો અને હિતધારકો દ્રારા કરાયેલી રજૂઆતો અને આ રજૂઆતો પરત્વે ભવિષ્યમાં કયા પગલા લઈ શકાય તે અંગે કરેલું મનોમંથન રજૂ કયુ હતું.
આ ચિંતન શિબિરની પૂર્ણાહતિ અવસરે જિલ્લ ા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તબક્કાવાર ચિંતન પછી અમલીકરણ પણ જરી છે. જિલ્લ ા સ્તરથી જે કોઈપણ કામ થઈ શકે તેને અગ્રતા આપીને કરવી જ જોઈએ. તેમણે ચિંતન શિબિરમાં રજૂ કરાયેલી ભલામણોને અનુસરી યોગ્ય પરેખા તૈયાર થાય અને વહેલી તકે કાર્યાન્વિત કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં.પ્રવાસનના વિકાસમાં જિલ્લ ા અને સ્થાનિક સ્વરાયની સંસ્થાઓનું યોગદાન અંગે નાયબ જિલ્લ ા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયાએ ઈકો ટૂરિઝમ, જિલ્લ ાના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં લાંબાગાળાનું આયોજન તથા નીતિ વિષયક બાબતોમાં તારણ અને સુધારાના અવકાશ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો અંગે નાયબ કલેકટર–૧ એફ.જે.માંકડાએ મત્સ્યોધોગ, ખેતીવાડી, મહિલા સશકિતકરણ, પશુપાલન અને પ્રવાસનના વિવિધ મુદ્દે પરંપરાગત માછીમારીમાં સરકાર દ્રારા અપાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાય, માછીમારોને મળતી સબસિડી, ટકાઉ માછીમારી પ્રેકિટસ વગેરે મુદ્દાઓ સહિત ટૂરિસ્ટ ગાઈડ અને હોસ્પિટાલિટી અને મેનેજમેન્ટ થકી મહિલા સશકિતકરણ અને પ્રવાસનની વિવિધ ભલામણોની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયાએ સરકારો જમીનો (લેન્ડ બેંક)ના આદર્શ ઉપયોગ અંતર્ગત ફાળવેલ સરકારી જમીનોનો સમયસર ઉપયોગ, સરકારી જમીનની માપણી, જાળવણી અને દુરસ્તીકરણ, હાઉસિંગ પોલિસીપુન: સ્થાપનની વિવિધ ભલામણો રજૂ કરી હતી.
સરકારી યોજનામાં સંતૃી અંગે જિલ્લ ા પુરવઠા અધિકારી પારસ વાંદાએ નમોશ્રી પ્રસુતિ સહાય યોજના, કુંવરબાઈનું મામે, એપ્રેન્ટિસશિપ યોજના, વ્હાલી દીકરી યોજના, આયુષ્માન કાર્ડ, શિક્ષણમાં સંતૃિકરણ, ગ્રાન્ટ ફાળવણીની અગ્રતા, રેવન્યૂ વિભાગની વિવિધ યોજના સહિતની તમામ બાબતો વિશે લાંબાગાળાનું આયોજન અને સંસ્થાકિય સગવડતાની ભલામણો પ્રસ્તુત કરી હતી.આ ચિંતન શિબિરમાં જિલ્લ ા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ગીર સોમનાથ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ–કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટેકનોલોજીના ઉપયોગથી સરકારી કામ ઝડપી અને અસરકારક બને છે: જૈનમ મહેતા
ટેકનોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્રારા સુશાસન વિષય પર સેકશન ઓફિસર જૈનમ મહેતાનું વકતવ્ય યોજાયું હતું. વકતવ્યમાં એચ.આર.એમ.એસ. સેલના સેકશન ઓફિસર જૈનમ મહેતાએ સરકારી વ્યવસ્થાઓમાં ટેકનોલોજીનો વિનિયોગ અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. વર્તમાનમાં દેશ અને દુનિયાની તમામ સરકારો ગુડ ગવર્નન્સ માટે ઈ–ગવર્નન્સનો ઉપયોગ કરી રહી છે, ત્યારે રાજય સરકાર દ્રારા તેમાં કદમથી કદમ મિલાવીને સામાન્ય નાગરિકો અને કર્મચારીઓની વિગતો ડિજિટલી ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરી છે.
કર્મયોગ પર જાણીતા કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાનું વકતવ્ય યોજાયું
દ્રિતિય દિવસના સત્રની શઆત કરાવતા મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ કર્મયોગ થકી જનકલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કયુ હતું. મહાદેવભાઈએ કર્મના સિદ્ધાંતોને વહીવટી કાર્યક્ષેત્રમાં કાર્યરત કરી અને પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે કાર્ય કરવા માટેના આધાત્મિક અને પૌરાણિક ઉદાહરણો સાથે રજૂઆત કરી હતી. તેમણે કર્મયોગની વિભાવના સ્પષ્ટ્ર કરતા જણાવ્યું કે, કર્મયોગ ત્યારે બને યારે તેમાં કર્મની પ્રધાનતા ઉમેરાય અને કરેલું કર્મ યજ્ઞમાં આપેલી આહતિ સમાન હોય તેવી પવિત્રતા તેમા કેળવાય ત્યારે તે સાચા અર્થમાં કર્મયોગ બને છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMહત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા સાથે આ કલમો હેઠળ ભાજપે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
December 19, 2024 05:14 PMહવે તો હદ થઈને: સરકાર પાસેથી પૈસા લેવા મહિલાએ કર્યા 12 વાર લગ્ન અને છૂટાછેડા
December 19, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech