બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કયુ છે કે મુસ્લિમ પુષો એક કરતાં વધુ લની નોંધણી કરાવી શકે છે, કારણ કે મુસ્લિમ પર્સનલ લો બહત્પપત્નીત્વને મંજૂરી આપે છે. ત્યારે આ નોંધણી પર પ્રતિબધં મૂકી શકાય નહીં. કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન એક વ્યકિતએ કહ્યું કે તે તેના લ તેની ત્રીજી પત્ની સાથે રજીસ્ટર કરાવવા માંગે છે.
જસ્ટિસ બી.પી. ન્યાયમૂર્તિ કોલાબાવાલા અને સોમશેખર સુંદરસનની બેન્ચે થાણે મ્યુનિસિપલ કોર્પેારેશનની લ નોંધણી કાર્યાલયને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મુસ્લિમ વ્યકિત દ્રારા દાખલ કરાયેલી અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. અરજીમાં તેણે અલ્જેરિયાની મહિલા સાથે ત્રીજા લની નોંધણી કરાવવાની માંગ કરી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં દંપતીએ સત્તાધિકારીઓને લનું પ્રમાણપત્ર આપવા માટે સૂચના માંગી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સત્તાવાળાઓએ લની નોંધણી કરવાનો ઇનકાર કર્યેા હતો કારણ કે મહારાષ્ટ્ર્ર મેરેજ બ્યુરો રેગ્યુલેશન એન્ડ મેરેજ રજિસ્ટ્રેશન એકટ હેઠળ લની વ્યાખ્યા માત્ર એક લ છે. બેન્ચે કહ્યું કે તેને મેરેજ રજિસ્ટ્રેશન એકટમાં એવું કઈં મળ્યું નથી જે મુસ્લિમ વ્યકિતને ત્રીજા લની નોંધણી કરતા અટકાવી શકીએ. પર્સનલ લો હેઠળ મુસ્લિમોને એક સાથે ચાર પત્નીઓ રાખવાનો અધિકાર છે. જો આપણે સત્તાવાળાઓની દલીલને સ્વીકારીએ તો તેનો અસરકારક અર્થ એ થશે કે કાયદો મુસ્લિમોના અંગત કાયદાને ઓવરરાઇડ કરે છે. કોર્ટે અરજદારને બે અઠવાડિયામાં થાણે મ્યુનિસિપલ કોર્પેારેશનને તમામ દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ આપ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech