જિઓ, આર.કોમ., જીટીએલ, બીએસએનએલ સહિતની કંપનીઓના ટાવર્સનો ત્રણ–ત્રણ વર્ષનો વેરો બાકી હોય અંતે ટેકસ બ્રાન્ચ હરકતમાં, નોટિસ ફટકારી: અન્ય બે કંપનીએ વેરો ચૂકતે કર્યેા: રૂા.૪૧૦ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવામાં હજુ ૧૦૦ કરોડનું છેટુંઆજકાલ પ્રતિનિધિ રાજકોટ રાજકોટમાં ફકત .૧૦થી ૨૦ હજારનો મિલ્કતવેરો બાકી હોય તેવા નાના મિલ્કતધારકોને ધડાધડ નોટિસો ફટકારતી મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ જાણે ટેલિકોમ કંપનીઓ તેમજ તેમના વતી મોબાઇલ ટાવર્સ ઉભા કરવાનું કામ કરતી કંપનીઓના ઘૂંટણીયે પડી ગઇ હોય તેમ મોબાઇલ ટાવર્સનો કરોડો પિયાનો મિલકતવેરો વસુલવાનો બાકી હોવા છતાં છેલ્લા ત્રણ–ત્રણ વર્ષથી આ મામલે કોઇ નક્કર કાર્યવાહી થતી ન હતી, દરમિયાન ચાલુ નાણાંકીય વર્ષનો મિલ્કત વેરાનો .૪૧૦ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવામાં હજુ .૧૦૦ કરોડનું અંતર બાકી રહ્યું હોય મહાપાલિકા તંત્રએ મોબાઇલ ટાવર્સનો બાકી વેરો વસૂલવા માટે હવે જિઓ, આર.કોમ, જીટીએલ, બીએસએનએલ સહિતની કંપનીઓને મિલકત જિ નોટિસ ફટકારવામાં આવી હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું. મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ અંતર્ગત મિલ્કતવેરા વસુલતનો .૪૧૦ કરોડનો લયાંક ટેકસ બ્રાન્ચને અપાયો છે જેની સામે આજ દિવસ સુધીમાં .૩૧૦ કરોડની આવક થઇ છે અને ટાર્ગેટ એચિવ કરવામાં હજુ .૧૦૦ કરોડની વેરા વસુલાત કરવાની રહે છે. જો કે નવેમ્બર માસના અંતે વેરા આવકની દ્રષ્ટ્રિએ ગત વર્ષ કરતા .૪૫ કરોડની આવક વધુ છે. ગત વર્ષે નવેમ્બરના અતં સુધીમાં ૩.૪૬ લાખ મિલ્કતધારકોએ વેરો ભરપાઇ કર્યેા હતો, યારે ચાલુ વર્ષે કુલ છ લાખમાંથી ૩.૭૦ લાખ મિલ્કતધારકો વેરો ચુકતે કરી ગયા છે. દર સોમવારે મિલ્કતવેરા વસુલાતની કામગીરીની સાાહિક રિવ્યુ મિટિંગ યોજાઇ રહી છે જેમાં વોર્ડ વાઇઝ પ્રેઝન્ટેશન થાય છે. વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટમાં ચાલુ વર્ષ દરમિયાન મિલકતવેરો,પાણી વેરો ભરપાઈ કરવા માટે કુલ ૩,૦૪,૨૪૮ બિલ તથા નોટીસ પોસ્ટ મારફત બજાવવામાં આવ્યા છે. તદઉપરાંત કુલ ૧૧,૨૯૮ મોટા બાકીદારોને નોટિસની બ ઇન્સ્પેકટર દ્રારા બજવણી કરાઇ છે.હરાજી માટે તા.૧૨–૧૧–૨૦૨૪ નાં રોજ ૪૭ મિલકતની હરરાજી કરવા માટેનાં ઇરાદાની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. રાજકોટ મહાપાલિકાનાં તમામ ઝોન દ્રારા તા.૧૨–૧૧–૨૦૨૪ સુધીમાં કુલ ૫૦૫ મિલકતોને સીલ કરવામાં આવી છે. યારે ટેકસ બ્રાન્ચના રીકવરી સેલ દ્રારા મોટી રકમના બાકીદારોને બ બિલ–કમ–ડીમાન્ડ નોટીસની બજવણી કરવાની કામગીરી ઉપરાંત તમામ વેરાની રિકવરી, સિલિંગ અને જર જણાયે હરરાજી કરવા અંગેની તમામ આનુષંગીક કામગીરી, તમામ વેરાના ચેક રિટર્નનાં કિસ્સામાં વેરાની રકમની ચુકવણી અને જર જણાયે પોલીસ ફરિયાદ દાખલ કરવી, કોર્ટ કેસના કિસ્સામાં પારા વાઇઝ રિમાકર્સ–કોર્ટનાં ચુકાદા પરત્વે વેરાની વસૂલાત કરવી, રિકવરી પ્રક્રિયા દરમિયાન ધ્યાને આવેલ, ફેર–આકારણી પાત્ર–આકારણી ન થયેલ મિલકતોની જાણ એસેસમેન્ટ સેલને કરવી વિગેરે કામગીરી કરવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech