રાજકોટ શહેરમાં લોકમેળો સહિતના અન્ય ખાનગી મેળાઓમાં ફજેત ફાળકા (મોટી રાઈડસ)ના ફજેતા થયા છે. રીટ પીટીશનમાં હાઈકોર્ટે પણ સ્પષ્ટ્ર દિશાનિર્દેશ કર્યેા હતો કે, એસઓપીનું પાલન કરવું પડે અને જરૂરી મંજુરી લેવી જ પડે, જેને લઈને અત્યાર સુધી એકપણ મંજુરી નહીં મેળવનારા રાઈડસના સંચાલકો દોડતા થઈ ગયા છે. તાત્કાલીકપણે હવે એસઓપી મુજબની પ્રક્રિયા પુર્ણ થાય તેવી સંભાવના નથી. જેથી રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટનો ધરોહર લોકમેળો આજથી રાઈડસ વિના જ શરૂ થયો છે. મેળામાં મહાલવા આવનારા લોકોને મેળાની અંદર જાયન્ટ રાઈડસના માંચડાઓના દર્શન થશે પરંતુ જયાં સુધી મંજુરીનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અંદર બેસવા નહીં મળે.
રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્ર્રનો પ્રથમ હરોળનો ખ્યાતનામ મેળો છે અને અહીં સૌરાષ્ટ્ર્રભરમાંથી પાંચ દિવસ દરમિયાન આ મેળો માણવા અંદાજે ૧૨ લાખ જેટલા લોકો ઉમટી પડે છે. જિલ્લ ા કલેકટર તત્રં દ્રારા યોજાતા આ મેળામાં આ વખતે રાજકોટમાં જ સર્જાયેલી અિકાંડની દુર્ઘટનાને લઈને સુરક્ષા સંબંધી કોઈ બાંધછોડ ન કરવા માટે તત્રં પહેલેથી જ સાબદુ હતું. સરકારની એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર) મુજબ જ મેળામાં રાઈડસને મંજુરી આપવાનું નકકી થયું હતું અને વાત ડખોળે ચડી હતી. રાઈડસ સંચાલકોએ ફાઉન્ડેશન અને નિયમો આકરા પડે છે તેવું અતં સુધી ગાણુ ગાયું હતું. રાઈડસના તમામ ૩૧ પ્લોટ ૧.૨૭ કરોડની બોલીથી હરાજીમાં રાખનાર ઠેકેદાર દ્રારા એસઓપીમાં છૂટછાટ માટે બે દિવસ પહેલા હાઈકોર્ટમાં રીટ કરાઈ હતી.
આ રીટના મામલે અરજદાર અને સરકાર પક્ષે થયેલી રજૂઆતોના અંતે ગઈકાલે હાઈકોર્ટ દ્રારા એવો નિર્દેશ અપાયો હતો કે, એસઓપી મુજબ પાલન કરવું પડશે અને અરજી, મંજુરી સહિતની પ્રક્રિયા માટે તા.૨૭ સુધીની મહેતલ રાઈડસ સંચાલકોને અપાઈ હતી. રાહત મળી જશે તેવી આશાએ રહેલા રાઈડસ સંચાલકો હાઈકોર્ટના નિર્દેશથી દોડતા થઈ ગયા છે. ગઈકાલ સાંજ સુધી એકપણ અરજી લોકમેળાની લાઈસન્સ પ્રક્રિયા માટે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી ન હતી અને હવે અરજી થાય તો આ અરજી અને જરૂરી દસ્તાવેજી પુરાવાઓની ફાઈલનો અભ્યાસ, સ્થળ તેમજ રાઈડસની ચકાસણી બાબતોમાં કમસેકમ બે દિવસ જેટલો સમય લાગી જાય જેથી આજે લોકમેળામાં જાયન્ટ ફન રાઈડસને મંજુરી મળે તેવી શકયતાઓ નહીંવત છે.રાજકોટનો આ લોકમેળો રાયના કૃષિ વિભાગના મંત્રી અને રાજકોટના પ્રભારી એવા રાઘવજીભાઈ પટેલના હસ્તે અન્ય મહાનુભાવોની હાજરીમાં આજે સાંજે ૪.૩૦ કલાકે ખુલ્લ ો મુકવામાં આવશે. આજે રાઈડસને મંજુરીની શકયતાઓ ન હોવાથી રાજકોટમાં પ્રથમ વખત ફજેત ફાળકાઓ વિનાનો લોકમેળો શરૂ થશે.
અરજી અને મંજૂરી પ્રક્રિયા માટે રજામાં પણ ઓફિસ ચાલુ રહેશે, નિયમ મુજબ બધું હોવું જરૂરી
રીટ મામલે ગઈકાલે હાઈકોર્ટે રાઈડસ ઠેકેદારોને એસઓપીના પાલન સાથે મંજુરી મેળવવા કરેલી તાકીદ બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્રારા સ્પષ્ટ્ર કરાયું હતું કે, લોકમેળામાં મંજુરી માટે રાઈડસની અરજી આવી ન હતી. કલેકટર સાથે વાતચીત થયા બાદ રજાના દિવસોમાં પણ કચેરી ચાલુ રખાશે અને અરજી થઈ શકશે. લાઈસન્સ બ્રાંચમાં આવેલી અરજી ટેકનીકલ કમીટી હેડની કચેરી ખાતે ચકાસણી માટે મોકલી અપાશે. સેફટી ઈન્સપેકશન કમીટી તપાસ કરી લે અને એનઓસી આપે ત્યાર બાદ જ પોલીસ દ્રારા પરવાનગી આપવામાં આવશે ત્યાં સુધી રાઈડસ ચાલુ થઈ શકશે નહીં. કલેકટર પ્રભવ જોષીએ પણ સ્પષ્ટ્રતા કરી હતી કે, એસઓપીનું પાલન તો કરવું જ પડશે એ પહેલા રાઈડસ ચાલુ નહીં થાય. મેળામાં અન્ય મનોરંજન રૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, નાની ચકરડીઓ, રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના પણ સ્ટોલ છે. લોકોની સુરક્ષા બાબતે કોઈ રીસ્ક લેવાશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech