જનાના હોસ્પિટલ પાસેથી રીક્ષાની ચોરી કરનાર શખસને એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે રૈયા ચોકડી પાસેથી ઝડપી લઇ તેની પાસેથી ચોરીની રીક્ષા કબજે કરી હતી.મૂળ જોડીયાન વતની આ શખસ સામે રાજકોટ,મોરબી અને હળવદમાં મળી ચોરીના ત્રણ ગુના નોંધાઇ ચૂકયા હોવાનું માલુમ પડયું છે.
જાણવા મળતી વિગતો મુજબ,એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટની રાહબરી હેઠળ એએસઆઇ એમ.સી.લુવા તથા તેમની ટીમ મિલકત સંબધં અણઉકેલ બનાવનો ભેદ ઉકેલવા તપાસમાં હતી.દરમિયાન ગત તા.૧૬૫ ના રોજ જનાના હોસ્પિટલના એન્ટ્રી ગેટ સામે બ્રિજ નીચે રાખેલી રીક્ષા ચોરી થઇ હોય જે અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ હતી.પોલીસે આ બનાવને લઇ સીસીટીવી ફટેજ ચકાસતા આ રીક્ષા રૈયા ચોકડી તરફ હોવાનું માલુમ પડયું હતું.જેથી પીએસઆઇ એસ.એમ.રાણા તથા હેડ કોન્સ. અજયભાઇ બસીયા અને કોન્સ. રમેશભાઇ માલકીયા સહિતના સ્ટાફે તુરતં અહીં પહોંચી રીક્ષા સાથે ઉભેલા શખસને કોર્ડન કરી રીક્ષા ચોરીની આ રીક્ષા કબજે કરી હતી.
પોલીસે ચોરાઉ રીક્ષા સાથે હાલ રખડતું ભટકતું જીવન પસાર કરતા મુળ જોડીયાના વતની જીતેન્દ્ર ઉર્ફે જીત્યો ગોવિંદભાઇ પરમાર(ઉ.વ ૨૪) ને ઝડપી લીધો હતો.પોલીસે જણાવ્યું હતું કે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીત્યા સામે અગાઉ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં તથા મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને હળવદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાઇ ચૂકયા છે.આ શખસની અન્ય કોઇ ચોરીના ગુનામાં સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech