દ્વારકા નજીક પૂરપાટ જતા ટ્રકની હડફેટે રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

  • November 29, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાથી આશરે ૧૨ કિલોમીટર દૂર ઓખા તરફ જતા માર્ગે પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ટ્રકના ચાલકે આ માર્ગ પર જી.જે. ૨૩ વાય ૦૩૫૬ નંબરના રિક્ષામાં જઈ રહેલા મોસીનભાઈ અજીતભાઈ બાલાગમિયા નામના યુવાનના રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા મોસીનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે અજીતભાઈ જુસબભાઈ બાલાગમિયા (ઉ.વ. ૪૫, રહે. દ્વારકા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application