ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળાનો આજે અંતિમ દિવસ છે.આજે તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.સવારી જ ભવના તરફ યાત્રીકોનો ઘસારો રહ્યો છે ભવના તળેટીમાં ભાવિકોનો ઘોડાપૂર ઉમટ્યું છે ગીરનાર રોડ ી ભવના તળેટી સુધીના માર્ગ પર જ્યાં નજર જુઓ ત્યાં માનવ કીડિયારુ ઉભરાયું છે ત્યારે આજે રાત્રે દિગંબર સાધુઓની રવેડી, મૃગીકુંડમાં શાહી સ્નાન મહા આરતી બાદ મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ શે. આ વર્ષે રવેડીમાં બગીને બદલે સંતો મહંતો ટ્રેક્ટર કે પદયાત્રા પર સરઘસ રૂપે નીકળશે.
મહાશિવરાત્રી મેળા નું ખાસ આકર્ષણ નાગા બાવા ની જમાત અને સરઘસનું છે આ સરઘસમાં સૌી આગળ ગુરુ દત્તાત્રેયની પાલખી, ત્યારબાદ ગણપતિજીની પાલખી, અગ્નિ અખાડાની પાલખી તા અન્ય પાલખીઓની પાછળ નાગાબાવાઓ ચાલીને નીકળે છે. તમામ અખાડાઓ સો તેની ધર્મની ધજા અને ભાવિકો સો જોડાય છે. અખાડાના મહંતો બગીમાં નીકળવા ને બદલે આ વખતે સૌપ્રમવાર પદયાત્રા રૂપે સમગ્ર રૂટ ઉપર ફરી લોકોને દર્શન આપશે રવેડીમાં હરીહરાનંદ બાપુ હરિ હરીગીરીબાપુ, મહેશ ગીરીબાપુ, મુક્તાનંદ બાપુ, નરેન્દ્ર બાપુ, કિન્નર અખાડાના સાધ્વીઓ ના દર્શન કરવા લોકો આશ્રમોની અગાસી ી લઇ બાલ્કની તા રસ્તાની બંને સાઇડ બપોરી જ ગોઠવાઈ ગયા હોય છે અને રવેડી નીકળે ત્યારે લોકો સંતો મહંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દિગંબર સાધુઓ લાકડી તા તલવાર સો હેરત ભર્યા પ્રયોગો પણ કરે છે આ ઉપરાંત દિગંબર સાધુઓ ઈન્દ્રીય ી વાહન ખેંચવું, ઇન્દ્રિય ઉપર લાકડી ગોઠવી અન્ય સાધુઓના વજન ઉચકવા, પટ્ટા બાજી તલવારબાજી સહિતના અંગ કસરતના પ્રયોગો લોકોને નવાઈ પામે તેવા દેખાડે છે. જુના અખાડાી પ્રારંભ તી રવેડી સાંસ્કૃતિક મેદાન ચોક, ત્યારબાદ મુખ્ય દત્ત ચોક, પરિક્રમા પ્રવેશ દ્વાર ત્યાંી ફરી ભારતી આશ્રમ પાસેી નીકળી ભવના મંદિર પરિસરમાં પહોંચે છે અને મૃગીકુંડમાં દિગંબર સાધુઓ મધ રાત્રે સ્નાન કરવા ધુબાકો મારે છે.
મૃગીકુંડમાં સ્નાન કરવા ખુદ મહાદેવ આવતા હોવાની માન્યતા એવી પણ અલૌકિક માન્યતા છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા ખુદ શંકર ભગવાન કોઈને કોઈ સ્વરૂપે પધારે છે અને પ્રમ સ્નાન પણ શિવજી જ કરે છે કોઈ અલૌકિક આત્મા જ શિવજીના દર્શન કરી શકે છે. મૃગીકુંડમાં હર હર મહાદેવ, જય ગિરનારી, જય ભવનાના ના સોસ્નાન કરીને ભગવાન ભવના મહાદેવના દર્શન કરી બહાર નીકળતા સાધુ-સંતો ક્યાં અલોપ ઈ જાય છે તેનું રહસ્ય આજ દિન સુધી કોઈ મેળવી શક્યું ની અને મેળવી શકશે પણ નહીં તેવો ભાવિકોમાં અતૂટ વિશ્વાસ છે. આજે રાત્રે શાહી સ્નાન બાદ ભવના મહાદેવની મહા આરતી બાદ મેળો વિધિવત પૂર્ણ શે.
રવેડીમાં બગીનો ઉપયોગ ન કરવા સંતોની સહમતિ
મહાશિવરાત્રીનો મેળો એ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે ગિરનાર છાયા મંડળ દ્વારા મેળામાં સંતો વિધર્મીઓની બગી નો ઉપયોગ ન કરે તે માટે માંગ કરી હતી ત્યારે આ બાબતે સંતો મહંતોની બેઠકમાં બગી નો ઉપયોગ ન કરવા સહમત યા હતા. યોજાયેલી બેઠકમાં ગુરુદત્તાત્રે સંસના મહંત મહેશ ગીરીબાપુ, અવધૂત આશ્રમના મહાદેવ ગીરીબાપુ, ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ, તોરણીયા ધામ ના રાજેન્દ્ર દાસ બાપુ, મુક્તાનંદ બાપુ, સૂર્યમંદિર ના જગજીવનદાસ બાપુ, રામટેકરી ના કિશનદાસ બાપુ તા ચકાચક બાપુ, રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, મુજકો ગુફાના મહેન્દ્રાનંદ ગીરીબાપુ સહિતના સંતો મહંતો તા ઉતારા મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, ર્તી પુરોહિત મહાસભાના અધ્યક્ષ નિર્ભયભાઈ પુરોહિત, આહીર સમાજના અગ્રણી પુંજાભાઈ સિસોદિયા સહિતના આગેવાનો બેઠકમાં ઉપસ્તિ રહ્યા હતા અને મેળામાં રવેડી દરમિયાન બગી નો ઉપયોગ ન કરવા સહમત તાં આજે યોજાનાર મહાશિવરાત્રી મેળામાં રવેડી માં બગીના બદલે સંતો મહંતો પગપાળા જ તળેટી વિસ્તારમાં ફરી લોકોને દર્શન આપશે.
ફાયર વિભાગના પાંચ તરવૈયાઓની ટીમ ખડેપગે
દિગંબર સાધુઓના મૃગીકુંડના સ્નાન સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તે માટે ફાયર વિભાગના ૫ તરવૈયાઓ, લાઈફ જેકેટ ,દોરડા રીંગ સહિતના સાધનો સો ખડેપગે રહેશે. ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રીનો મેળાનો આજે અંતિમ દિવસ છે. મેળાના મુખ્ય આકર્ષણ એવા દિગંબર સાધુઓ રવેડી દરમિયાન હેરત ભર્યા કરતબો કરશે સરઘસ રૂપે રવેડી ભવના મંદિર પરિસરમાં પહોંચી મધરાત્રે શાહી સ્નાન કરવા મૃગીકુંડમાં ધુબાકા લગાવશે.ગત વર્ષે સ્નાન દરમિયાન ૧૨ નાગા સાધુઓ, સાધ્વીઓ તા દર્શર્નાી મળી ૧૭ ના પાણીમાં ડૂબવાની ઘટના બની હતી.જેને ફાયર વિભાગની ટીમે ડુબતા બચાવ્યા હતા. આ વર્ષે પણ દિગંબર સાધુઓ પાણીમાં ડૂબે નહીં તે માટે ફાયર ઓફિસર દિપક જાનીના માર્ગદર્શન હેઠળ ૫ તરવૈયાઓ, લાઈફ જેકેટ, રીંગ અને દોરડા સહિતની ચીજો સો મૃગીકુંડમાં ખડેપગે રહેશે.
રવેડીના જીવંત પ્રસારણ માટેેે છ એલઈડી સ્ક્રીન રખાયા
ભવના મહાશિવરાત્રી મેળામાં લાખો લોકો ઉમટી પડ્યા છે ત્યારે તળેટી વિસ્તારમાં રવેડીના રોડ પર સાંજી જ રસ્તો બંધ કરી દેવામાં આવનાર છે ત્યારે લોકો રવેડીના દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા દતચોક, ભવના મંદિર પાછળ ભવના ગ્રાઉન્ડ પાસે, સહિતના વિવિધ સ્ળોએ એલઇડી સ્ક્રીન રાખવામાં આવી છે જેમાં રવેડીનું જીવંત પ્રસારણ શે.
ભવના મહાશિવરાત્રી મેળામાં રાજકોટના મહિલાએ અખાડામાં સંતોને ખજૂરનું વિતરણ
જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં અનેક સંસઓ અને આશ્રમ દ્વારા ભોજન અને ભજન આપવામાં આવી રહ્યા છે ત્યારે સત્યમ સેવા યુવક મંડળ ના રાજકોટ નિવાસી દાતાચંદ્રિકાબેન નાનજીભાઈ જોશીદ્વારા શિવરાત્રી નિમિત્તે તળેટી વિસ્તારમાં રહેલા અખાડાઓ તા નાગા સાધુઓને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહિલા સહિતની ટીમ દ્વારા તળેટી વિસ્તારમાં આવેલ દત્ત આશ્રમ, ઋષિરાજ આશ્રમ, ભારતી આશ્રમ, ગાયત્રી મંદિર, બાલના મંદિર વિગેરે અનક્ષેત્રની રાવટીઓમાં તેલ, ચા, ખાંડ, ઘઉંનો લોટ, વેસણ, મગની દાળ, તુવેરની દાળ, ખીચડી સહિતની વિવિધ ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાની કામગીરીમાં સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અલ્પેશભાઈ પરમાર, શાંતાબેન બેસ, ચંપકભાઈ જેઠવા, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક તેમજ પ્રવીણભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
જાગના મંદિરે આજે સાંજે બે દીકરીઓ દ્વારા ભરતનાટ્યમની નૃત્ય કલા દ્વારા શિવ આરાધના કરાશે
મહાશિવરાત્રી અંતર્ગત જાગના મહાદેવ મંદિર મહોત્સવ સમિતિ દ્વારા આજે સાંજે જાગના મહાદેવ મંદિરે સૌપ્રમવાર ,બે નૃત્ય વિશારદ દિકરીઓ દ્વારા ભરતનાટ્યમ્ ની નૃત્ય કલા ી દેવાધિદેવ ભગવાન શંકર ની આરાધના કરાશે મહાદેવ સમક્ષ દિકરીઓ ની નૃત્યકલા ને નિહાળવા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવા તમામ ધર્મ પ્રેમી ભાવિકોને ઉપસ્તિ રહેવા જાગના મહાદેવ મંદિર મહોત્સવ સમિતિ દ્વારા નિમંત્રિત કરવામાં આવ્યા છે.
ગીરનાર છાયા મંડળ દ્વારા અન્ન ક્ષેત્રોમાં મુલાકાત લઇ કીટનું વિતરણ કરાયું
મહાશિવરાત્રી મેળા દરમિયાન લઘુ કુંભ સમાન આ મેળામાં નિશુલ્ક ચાલતાં અન્ન ક્ષેત્રો ઉતારા મંડળો તા વિવિધ આશ્રમોમાં સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ગિરનાર છાયા મંડળની ટીમના મહેશ ગીરીબાપુ તા અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા સહિતના સો મળી તમામ ઉતારાઓ અખાડાઓ પારણા અને સ્ટોલ ધારકોની મુલાકાત લીધી હતી આ ઉપરાંત વિવિધ સ્ળોએ કીટ પણ આપવામાં આવી હતી.
૧૦ હજારી વધુ રુદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર
ભવના તળેટીમાં ભભૂત લગાવી ૧૦ હજારી વધુ રુદ્રાક્ષની માળા પહેરેલા ભભૂતધારી સંત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ભજન, ભોજન, ભક્તિના ત્રિવેણી સંગમ સમા મહાશિવરાત્રી મેળા નો આજે બીજો દિવસ છે.ત્યારે તળેટી વિસ્તારમાં ધૂણી ધખાવી સંતો લોકોને દર્શન આપી રહ્યા છે. વિવિધ મુદ્રાઓમાં નાગા સાધુઓ ધ્યાન મગ્ન યા છે.ત્યારે શરીરે ભભૂત લગાવી માાી પગ સુધી રુદ્રાક્ષની માળાઓ પહેરેલ ભૈરવગીરી ચેતનગીરી નામના સાધુ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરીર પર ૧૦,૦૦૦ ી વધુ રુદ્રાક્ષ પહેરી શિવ ભક્તિમાં ધ્યાન મગ્ન યા છે.શિવરાત્રીના મેળામાં લોકવાયકા છે કે ભગવાન શિવ સાક્ષાત દર્શન કરવા પધારે છે ત્યારે સંતો મહંતોના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.સંત ભૈરવગીરી ચેતનગીરીના જણાવ્યા મુજબ રુદ્રાક્ષ એ શિવજીને પ્રિય છે.તેને ધારણ કરવાી અનોખી ઉર્જા મળે છે.શરીરે ધારણ કરેલ રુદ્રાક્ષનું વજન ૨૦ કિલોી પણ વધુ છે.છતાં પણ શરીરે કોઈ પણ પ્રકારનો ભાર રહેતો ની.
પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પેઇન્ટિંગ સ્પર્ધામાં ચિત્રકાર ધર્મેશ પરમાર, ર્પા ભટ્ટી સન્માનિત
જૂનાગઢ ભવના તળેટી ખાતે જિલ્લ ા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગિરનારઅંતર્ગત વોલ પેઇન્ટિંગ ઓપન કોમ્પિટેશન નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ચિત્રકારો એ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ નાં ચિત્રકાર પરમાર ધર્મેશ પરમારે પ્રમ સન પ્રાપ્ત કરેલ હતું. તેને તંત્ર દ્વારા સન્માન કરી શિલ્ડ, પ્રમાણ પત્ર સહીત અર્પણ કરવામાં આવેલ હતું. તેમજ જૂનાગઢનાં ટેટુ આર્ટિસ્ટ ર્પા ભટ્ટી એ પણ આ સ્પર્ધા માં ભાગ લઇ તૃતીય સન પ્રાપ્ત કરેલ હતું. તેને પણ શિલ્ડ, સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયા હતા.
રવેડીના રૂટ પર ફૂલો પારી અને તમામ ધૂણાઓને ૨,૦૦૦ કિલો ફૂલોથી શણગાર કરાશે
મહાશિવરાત્રી મેળામાં આજે રાત્રે દિગંબર સાધુઓની રવેડી અને ભગવાન દત્તાત્રેય સહિતની પાલખીયાત્રા નીકળે છે ત્યારે ભગવાન શંકર સહિતના દેવ ગણો ખુદ મેળામાં હાજર હોય તેવું લોકો માની રહ્યા છે જેી અલૌકિક સ્વરૂપે પધારેલ ભગવાનને આવકારવા ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી ના સાગરભાઇ કટારીયા ની ટીમ ૨,૦૦૦ કિલો ફૂલો વડે રવેડી અને દિગંબર સાધુઓને આવકારશે. સાગરભાઇ ના જણાવ્યા મુજબ મૃગીકુંડમાં દિગંબર સાધુઓ શાહી સ્નાન માટે આવે છે ત્યારે કુંડમાં ૪૦૦ કિલો ગુલાબની પાંખડીઓી કુંડને શણગારવામાં આવશે આ ઉપરાંત ભવના મંદિર અને પરિસરમાં પણ ફૂલો પારવામાં આવશે, રવેડીના પ્રારંભી લઈ અંત સુધીના રૂટો પર ફૂલો પારી દિગંબર સાધુઓ અને સંતો મહંતોને આવકારવામાં આવશે. ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી ની ટીમ દ્વારા ભવના તળેટીમાં આવેલ તમામ ધુણાઓને દત્ત ભગવાનના પ્રિય સફેદ ફૂલ ના ગોટાઓ ી શણગારશે. આ ઉપરાંત દિગંબર સાધુઓને પણ ફૂલો વડે આવકારવામાં આવશે. સાક્ષાત મહાદેવ મેળામાં અલૌકિક રૂપે પધારતા હોય જેી તેને આવકારવા રવેડી દરમિયાન કુલ ૨,૦૦૦ કિલો ફુલ નો ઉપયોગ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech