સંસ્કૃતિ અને પરંપરાગત કલાને દુનિયા સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ છે-પુરીબેન નાંગસ : અમારા ઉત્પાદનોનું વેંચાણ વધતા અમારા મંડળને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થયો છે-દક્ષાબા જાડેજા
જામનગરના જે.એમ.સી.ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, ઓસવાળ-3 ખાતે સરકાર દ્વારા રાજ્ય કક્ષાના સરસ મેળાનું આયોજન કરાયું છે. જ્યાં સમગ્ર રાજ્યના 33 જિલ્લાના 100 થી વધુ કારીગર બહેનો વિવિધ 50 સ્ટોલ્સના માધ્યમથી પોતાના ઉત્પાદનોનું વેંચાણ કરી રહ્યા છે.આ બહેનોએ પોતાના પ્રતિભાવો જણાવી બહેનોને સખી મંડળમાં જોડાવા પ્રેરિત કયર્િ છે સાથે સાથે સરસ મેળામાં રહેવા, જમવા તથા સ્ટોલની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
આ અંગે જામનગર તાલુકાના બેડ ગામના સોમનાથ સખી મંડળના સંચાલીકા પુરીબેન નાંગસ જણાવે છે કે અમારા મંડળ સાથે 10 બહેનો જોડાયેલા છે.જે જ્વેલરી, પેચવર્ક જેવી હેડક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવે છે.પહેલા અમે સ્થાનિક કક્ષાએ કે ગામડાઓમાં જઈ અમારા ઉત્પાદનોનું વેંચાણ કરતા પરંતુ જ્યારથી સરકાર દ્વારા સરસ મેળાની શરૂઆત કરાઈ છે ત્યારથી અમને અમારા ઉત્પાદનોના વેંચાણ માટે એક નવું જ પ્લેટફોર્મ મળ્યું છે.સરસ મેળામાં સરકાર દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે ભોજન તથા રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.બસ બહેનો અહીં માત્ર પોતાનું કામ લઈને આવે અને આર્થિક રીતે ઉન્નત બને તેવો સરકારનો શુભ આશય છે.
સરસ મેળો એ આપણી જૂની સંસ્કૃતિ અને કલાને દુનિયા સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ પણ છે.આ ડિજિટલ યુગમાં પણ આપણી પરંપરાગત વસ્તુઓને વહેંચી શકાય એવું સ્થાન અહીં મળે છે.તમામ બહેનો સખીમંડળના માધ્યમથી આગળ આવે અને આ પ્રકારના સરસ મેળામાં ભાગ લઈ પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને તેવો સંદેશો આપી પુરીબેને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડાલા સિંહણ ગામમાં રામાપીર એન.આર. એલ.એમ. જૂથ ચલાવતા દક્ષામાં જાડેજા એ આ તકે જણાવ્યું હતું કે અમે સૌ બહેનો આમારા સખી મંડળના માધ્યમથી કુર્તી, ચણિયાચોળી, મારવાડી સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. સરકારના સરસમેળા જેવા આયોજનો થકી અમને વેપારમાં ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.અહીં અમારા ઉત્પાદનોનું વેચાણ વધતા અમને આર્થિક રીતે ખૂબ જ ફાયદો થયો છે.સાથે સાથે અહીં તમામ સુવિધાઓ અમને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતા અમારી આર્થિક બચત પણ થઈ છે.આ પ્રકારના ઉમદા આયોજન બદલ અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર મંડળ વતી આભાર વ્યક્ત કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech