રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠલવાતા પાણીકાપ ભૂતકાળ બની ગયો છે તેમ છતાં હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી મળવાની વ્યાપક ફરિયાદો રહે છે, આવો જ પ્રશ્ન છેલ્લા ઘણાં વર્ષેાથી વોર્ડ નં.૩ના રેલનગર અને તેને લાગુ વિસ્તારોમાં હતો, રેલનગર અને તેની આજુ બાજુના વિસ્તારોની ૫૪,૦૦૦ની વસ્તીને પૂરતા ફોર્સથી પાણી મળતું ન હતું, દરમિયાન આ પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા આજે રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ માટે નવો ટાંકો બનાવવાનું ખાતમુહર્ત કરાયું હતું. હાલ સુધી દૂર રહેલા ટાંકામાંથી રેલનગર સુધી પાણી આવતા ફોર્સ ઘટી જતો હતો, યારે હવે રેલનગરમાં જ નિર્માણ થનારા ટાંકામાંથી રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ થશે જેથી ફલ ફોર્સથી પાણી મળશે.
ભારત સરકારની અમૃત ૨.૦ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૩ના રેલનગર વિસ્તારમાં .૮.૨૮ કરોડના ખર્ચે ૧૩.૯ એમ.એલ. ક્ષમતાનો નવો પાણીનો ટાંકો (જીએસઆર) બનાવવાના કામનું ખાતમુહર્ત આજ રોજ વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે કરવામાં આવ્યુ હતું.
અમૃત ૨.૦ યોજના અંતર્ગત ૧૩.૯ એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર.ની કામગીરી પૂર્ણ થવાથી, શહેરના વિકાસશીલ વિસ્તાર રેલનગર અને તેની આજુબાજુના વિસ્તારના આશરે ૫૪,૦૦૦ જેટલા લોકોને સીધો લાભ મળશે અને સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થશે તેમજ શટ ડાઉન વગર લાઇનમાં રીપેરીંગ તેમજ પાણી વિતરણ થઇ શકશે.
ઉપરોકત ખાતમૂહર્ત કાર્યક્રમમાં વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, ઇસ્ટ ઝોનના નાયબ કમિશનર સ્વપિનલ ખરે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટર મંજુબેન કુગશીયા, અલ્પાબેન દવે, વોટર વર્કસના સિટી એન્જીનિયર કે.પી.દેથરીયા, ડેપ્યુટી એન્જીનિયર ચેતન લાલચેતા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, પ્રભારી પૂર્વેશભાઇ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech