રાજકોટમાં નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ રાખવાનો મુદો ફરી સળગ્યો છે.ગઇકાલે વકીઓએ ઉભા રહી સાધારણ સભા યોજી હતી અને સોમવારે હડતાળ તથા લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ત્યારે ટેબલ મુદેના વિવાદને ઉકેલવા માટે ટેબલની જગ્યા ફાળવણી માટે ગુચવાયેલું કોકડું ઉકેલવા ન્યાયાધીશ દ્રારા એક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં સિનિયર વકીલોનો સમાવેશ કરાયો છે. ટેબલ મુદ્દે ચાલતા વિવાદનો ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસ થઇ રહ્યા હતા તેવામાં જજે રચેલી કમિટિમાંથી સરકારી વકીલ દિલિપ મહેતા અને અતુલ જોશીએ રાજીનામા આપી દેતા તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે અને આ વિવાદ વધુ ગૂંચવાયો છે.
રાજકોટમાં નવી બનેલી કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ વકર્યેા છે ત્યારે હાઇકોર્ટની સૂચના બાદ પણ વકીલોને ટેબલ રાખવા માટે જગ્યા ફાળવવામાં નહીં આવ્યાના આક્ષેપ સાથે વકીલોએ બે દિવસ પૂર્વે જ પોતાની જાતે ટેબલો ગોઠવી દીધા હતા જે ઘટનાને લઈને રચાયેલી કમિટીના ચાર ન્યાયાધીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ બોલાવી હતી. પોલીસ આવતાની સાથે જ વકીલોમાં રોષ ભભૂકયો હતો અને ન્યાયાધીશ દ્રારા પોલીસને બોલાવવામાં આવેલી ઘટનાને વખોડી કાઢી હતી. જેને પગલે રાજકોટ બાર એસોસિએશન દ્રારા તાત્કાલિક જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું જેમાં બાર એસોસિએશનના હોદ્દેદારો સહિતના સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલ ફાળવણીમાં રહેલ ઝેરોક્ષ મશીન, સ્ટેપ વેન્ડર, બોન્ડ રાઇટરની જગ્યા ફાળવણી તેમજ પોસ્ટ ઓફિસ, એટીએમ, કેન્ટીન પાર્ટીશન અને દરવાજા સહિતના જુદા જુદા મુદ્દાઓ અંગે વકીલો દ્રારા ઉભા ઉભા ચર્ચા કરી વિરોધ નોંધાવ્યો હતો.
બાર એસોસિયેશન દ્રારા સિનિયર વકીલોની કમિટી બનાવવામાં આવી હતી જેમાં પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, સંજયભાઈ વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, આર.એમ. વારોતરીયા, મહર્ષિભાઈ પંડા, જયદેવભાઈ શુકલ, જનકભાઈ પંડા, કેતનભાઇ શાહ, શ્યામલભાઈ સોનપાલ, જે.એફ. રાણા, યોગેશભાઈ ઉદાણી, ગીરીરાજસિંહ જાડેજા અને પરેશભાઈ માંની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને રચાયેલી કમિટીના સભ્યો અને બાર એસોસિએશનના હોદ્દેદારો પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માટે પણ કટીબધ્ધ હોવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને અને ઉપરોકત મુદ્દાઓ અંગે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી ૪થી માર્ચના રોજ એક દિવસની હડતાલ અને ૯મી માર્ચના રોજ યોજાવા જઈ રહેલી લોક અદાલતનો બહિષ્કાર કરવાનો સરવાનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.
વકીલોની અસાધારણ સભા મળ્યા બાદ નવી કોર્ટ બિલ્ડિંગમાં ટેબલઓને લઈને ચાલતા વિવાદને ડામવા અને વકીલોના હિતને ધ્યાને લઈને ડિસ્ટ્રીકટ જજ દ્રારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં એડિશનલ ડિસ્ટિ્રકટ જજ જે.ડી.સુથાર, છઠા એડિશનલ ડિસ્ટિ્રકટ જજ એસ.વી. શર્મા, નવમા એડિશનલ ડિસ્ટિ્રકટ જજ બી.બી. જાદવ, સિનિયર ધારાશાક્રી અનિલભાઈ દેસાઈ, સંજયભાઈ વ્યાસ, પરેશભાઈ મા, એ.કે. જોશી અને સરકારી વકીલ કે.બી. ડોડીયા, દિલીપ મહેતા અને અતુલ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાત વડી અદાલતમાં થયેલ વિસ્તૃત ચર્ચા મુજબ ટેબલ ફાળવણી અંગે જરી કાર્યવાહી કરવા રાજકોટ બાર એસોસિએશનને સંપૂર્ણ સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બીજી તરફ ડીસ્ટ્રીક જજ દ્રારા નવા કોર્ટ બિલ્ડિંગમાં ટેબલનો મુદ્દો ઉકેલવા માટે કમિટીની રચના કર્યાના કલાકોમાં જ સરકારી વકીલ દિલિપ મહેતા અને અતુલ જોશીએ અંગત કારણોસર આ કમિટીમાંથી રાજીનામાં આપી દીધા છે. કમિટીમાંથી બે ધારાશાક્રીઓએ રાજીનામાં આપી દેતા નવી કોર્ટ બિલ્ડીંગ બનવાની સાથે શ થયેલા વકીલના ટેબલનો આ મુદ્દો વધુ ગૂંચવાયો છે. કમિટીમાંથી બે વકીલોએ રાજીનામાં આપી દેતા વકીલ આલમમાં તરેહ તરેહની ચર્ચાઓ પણ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech