જીએસટી દ્રારા મોડા રિટર્ન ભરનારા કે રિટર્ન ચુકી ગયેલા કરદાતાને વ્યાજ અને દડં માંથી માફી આપવા એમનેસ્ટી યોજના જાહેર કરી છે. આ યોજના ૩૧ માર્ચ સુધી કાર્યરત રહેશે યોજના અંતર્ગત કરદાતાઓને થતા ફાયદા અને નિયમ તથા વેપારીઓ કઈ રીતે આ યોજનાનો લાભ લઇ શકે તે માટે કેન્દ્ર સરકારે વેપારીઓને જીએસટીમાં મોટી રાહત આપી છે.ટેકસ વિવાદોમાં ઘટાડો કરવાના પ્રયાસ અંતર્ગત જીએસટીની નવી કલમ હેઠળ કરદાતાઓ સંપૂર્ણ બાકી ચુકવણી કરી લેતો તેની વ્યાજ અને પેનલ્ટીની રકમ માફ કરવામાં આવશે.આ યોજના ૩૧ માર્ચ સુધી જ કાર્યરત હોય જેથી જીએસટી વિભાગ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે વેપારીઓને જીએસટી અંતર્ગત ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ વ્યાજ અને દડં વિના તેમની બાકી ચુકવણી કરી શકશે. બજેટમાં જીએસટી મુકિત યોજના સરકાર દ્રારા જાહેર કરવામાં આવી હતી. જીએસટી કાયદા ની નવી કલમ હેઠળ સરકાર દ્રારા આ રાહત આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિવાદોને ઉકેલવાનો અને વેપારીઓને આર્થિક ખેંચમાંથી ઉગારવાનો છે અને વન ટાઈપ સેટલમેન્ટ જેવી આ સ્કીમ હેઠળ એક વખત બાકી રહેલા નાણાં ભરવામાં આવે તો વ્યાજ અને દડં સંપૂર્ણ માફ કરવામાં આવશે. સરકાર દ્રારા ટેકસ વિવાદોમાં ઘટાડો કરવાના હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો માર્ચ સુધી કરદાતાઓને આ યોજનાનો લાભ મળશે. જોકે આ યોજના ફકત નોન ફ્રોડલ કેટેગરીમાં સામેલ કરતાઓ માટે છેતરપિંડીના કારણે જીએસટીની ડિમાન્ડ નોટિસ મળી હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. જેથી કર દાતાઓ અને વેપારીઓને નાણાકીય ખેચ ન રહે અને વન ટાઈપ ઓફ સેટલમેન્ટ સમાન આ સ્કીમ થી બિનજરી વ્યાજ ભરવાની પણ જર ન પડે તે માટે વિવિધ મુદ્દાઓ અને જીએસટીની કલમ ની જાણકારી માટે જીએસટી વિભાગ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે સેમીનાર યોજાયો હતો. આ સેમિનારમાં ટેકસ કન્સલ્ટન્ટ જીતેશ પુનવાણી દ્રારા વેપારીઓ અને ટેકસ કન્સલ્ટન્ટને વિસ્તૃત માહિતી આપી હતી.
જીએસટી મોડા રીટર્ન ભરનારા કે રિટર્ન ચૂકી ગયેલા કરદાતાઓને વ્યાજ અને દડં માંથી મુકિત મળે અને વેપારીઓને મુશ્કેલી ન થાય તેવા ઉદ્દેશ્યથી એમનેસટી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના ૩૧ માર્ચ સુધી કાર્યરત રહેશે. નાણાકીય હિસાબોના મહિના શ થયા છે વેપારીઓને પણ ટેકસ અને વ્યાજ તથા હિસાબોની કાર્યવાહી શ થતી હોય છે જેથી બાકી રહેલા નાણાં અને ટેકસ તથા વ્યાજ જો ભર્યા હોય તેમાં મુકિત જોતી હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સેમિનારમાં રાજકોટના ટેકસ નિષ્ણાતં હિતેશ પૂનવાણી દ્રારા જીએસટીની સ્કીમ અને વિવિધ નિયમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.દરેક કરદાતાઓએ જીએસટી આર થ્રી બી ફાઈલ કરવું આવશ્યક છે ત્રિમાસિક ફાઈલ કરવાનું ચૂકી ગયેલા કરદાતાને જીએસટી રજીસ્ટ્રેશન ગુમાવવાનું જોખમ રહે છે. તેથી તેઓના વ્યવસાયને નુકસાન થઈ શકે છે અને વ્યવહાર પણ રદ થઈ શકે છે જેથી આ સ્કીમ હેઠળ કરદાતાઓને ફરીથી વ્યવહાર શ કરી શકે છે .નાના વ્યવસાયકારો માટે આ યોજના ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આ યોજનાનો હેતુ નોનફાઈલર્સને તેમના જીએસટી ડેટાને સુધારવામાં અને તેમના વ્યવસાયોને કાયદેસર રીતે ચાલુ કરવામાં મદદ કરવાનો છે.આ સેમિનારમાં જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર ધોબી,જીએસટી આસિસ્ટન્ટ કમિશનર ચાવડા, ચેમ્બર ઓફ કોમર્સના મહેશભાઈ દેસાઈ, સંજયભાઈ પુરોહિત, ગ્રેઇન સીડસ એન્ડ મર્ચન્ટ એસોસિએશનના રાજેન્દ્રભાઈ જોબનપુત્રા, ટેકસ કન્સલ્ટન્ટ કલ્પેશભાઈ પારેલીયા, ટેકસેશન એસોસિએશનના હેમાંગભાઈ શાહ, જયેન્દ્રભાઈ જોબનપુત્રા, જિલ્લ ા ઉધોગ કેન્દ્રના બાદલભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જીએસટી એમનેસ્ટી યોજનાના ફાયદા
આ યોજના વ્યવસાયો માટે કઠોરતાથી દંડનો સામનો કર્યા વિના કર સાથે કરેલી કોઈ પણ ભૂલને નક્કી કરવાની બીજી તક છે.સરકાર દ્રારા વ્યવસાયોને કોઈ પણ ભૂલોને આગળ આવવાની અને મુશ્કેલીમાં આવ્યા વિના તેઓ જે ચૂકવે છે તેની ચુકવણી કરવાની તક આપવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વ્યવસાયકારોને તેની કર જવાબદારીઓ સાથે ટ્રેક પર પાછા આવવામાં આ યોજના મહત્વની બની રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMશંકાસ્પદ પ્નીરનો રિપોર્ટ ઝડપથી આવે તે માટે પોલીસ પ્રત્યન કરશે
January 10, 2025 03:40 PMસોની બજારમાં ડઝન દુકાનો સીલ કરતી મ્યુનિ.ટેક્સ બ્રાન્ચ
January 10, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech