સાઉદીમાં મેલ રોબોટ પર રિપોર્ટરની છેડતી કરી હોવાનો લાગ્યો આરોપ

  • March 09, 2024 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉદી અરેબિયાનો પહેલો રોબોટ વિવાદોમાં ઘેરાયો : ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં થયો વાઈરલ


સાઉદી અરેબિયાનો પહેલો પુરુષ હ્યુમનૉઇડ રોબોટ એન્ડ્રોઇડ મોહમ્મદ એક મહિલાની 'છેડતી' કર્યા બાદ વિવાદમાં ફસાયો છે. આ રોબોટને રિયાધમાં ડીપફાસ્ટની બીજી આવૃત્તિ દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. મશીનના અનાવરણ દરમિયાન તેણે કથિત રીતે મહિલા ન્યૂઝ રિપોર્ટરને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટનાનો સાત સેકન્ડનો વીડિયો ઓનલાઈન પ્લેટફોર્મ પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એઆઇ રોબોટ ટીવી રિપોર્ટર રાવિયા અલ-કાસિમી પાસે ઊભેલો જોવા મળે છે. આ દરમિયાન રોબોટના હાથની હિલચાલએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. રિપોર્ટર અસ્વસ્થ દેખાઈ રહ્યો છે. વિડિયોમાં જોવા મળે છે કે કેમેરા સામે બોલતી મહિલા રિપોર્ટરને રોબોટ અયોગ્ય રીતે સ્પર્શ કરતા જ અચાનક તે અટકી જાય છે અને તેને હાથથી રોકે છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકોએ મહિલાની 'સતામણી' કરવા બદલ રોબોટની નિંદા કરી હતી. લોકોએ દાવો કર્યો કે રોબોટનું આવું વર્તન તેમાં ઇન્સ્ટોલ કરાયેલા પ્રોગ્રામના કારણે જ થયું છે.

કેટલાક લોકોએ રોબોટનો બચાવ કરતા કહ્યું કે રિપોર્ટર ખોટી જગ્યાએ ઉભા હતા અને રોબોટે તેને ભૂલથી સ્પર્શ કર્યો હશે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને બે લાખથી વધુ લોકોએ જોયો છે. કેટલાક યુઝર્સે રોબોટના હાથની હિલચાલને 'કુદરતી' ગણાવી જ્યારે ઘણાએ તેને ખોટું ગણાવ્યું. એક યુઝરે તો લખી નાખ્યું કે, 'આ થરકી રોબોટ છે'.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application