ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર ચાવડાની બદલી: પશ્ચિમ ઝોનમાં જગ્યા ભરાઈ

  • December 15, 2023 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મામલતદાર કેતન ચાવડાની સરકારે બદલી કરી છે અને તેને જામનગર જિલ્લાના લાલપુરમાં જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી પૂજા ઉપાધ્યાએ સૌરાષ્ટ્રના આઠ સહિત 12 નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપતો હુકમ કર્યો છે.


સૌરાષ્ટ્રના જે આઠ નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમાં જૂનાગઢના મહેશ દયાશંકર શુકલને બઢતી આપીને રાજકોટ પશ્ચિમ ઝોન મામલતદારની ખાલી પડેલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. જૂનાગઢના ભીખાભાઈ પોપટભાઈ કટકપરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવાબદારી સોપવામાં આવી છે. રાજેશ દામજીભાઈ પરમારને ગીર સોમનાથ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. આષીશ બાખલકિયાને ગાંધીનગરમાં મૂકવામાં આવ્યા છે.


અમરેલીના મામલતદાર કૈલાસબેન જૈતાભાઈ બોઘરાને જામનગર ખાતે મૂકવામાં આવ્યા છે. ભાવનગરના દક્ષાબેન પોલાભાઈ બાસુપયાને ભાવનગર અને ગૌતમભાઈ વાળા ને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત સાબરકાંઠાના મનુસિંહ મકવાણા, હર્ષ કુમાર પરમાર, અતુલકુમાર ભટ્ટી અને અરવલ્લીના રાકેશ કુમાર જોશીની પણ બદલી કરવામાં આવી છે.


રાજ્ય સરકારે આ અગાઉ ગત તારીખ 26 ઓક્ટોબરના રોજ બદલીના હુકમો કરવામાં આવ્યા હતા તેમાં નવસારીના ચીટનીસ મયુર વરીયાને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં મૂકવામાં આવ્યા હતા. સરકારે આ હુકમ રદ કર્યો છે અને મયુર વરીયાને તેના મૂળ સ્થાને નવસારીમાં યથાવત રાખ્યા છે.

તારીખ 26 ઓક્ટોબરના આવા જ બીજા એક હુકમમાં ભરૂચ જિલ્લા કલેકટરના ચીટનીસ શૈલેષ કલસરિયાની બદલી સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં કરવામાં આવી હતી તે હુકમ પણ રદ કરવામાં આવ્યો છે. જામનગર કલેકટર કચેરીમાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અમૃતલાલ પરમારની પણ 26 ઓક્ટોબરના હુકમથી પ્રમોશન સાથે બદલી કરવામાં આવી હતી. હવે તેને મોરબી કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.મતદારયાદીની અંતિમ પ્રસિદ્ધિ હજુ થઈ નથી અને તેના કારણે આ તમામ બદલીઓ અને પ્રમોશનના હુકમો કરતા પહેલા સરકારે ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યો હતો. ત્યાર પછી જ આ હુકમો કરવામાં આવ્યા છે. રેવન્યુ વિભાગના અંડર સેક્રેટરી પૂજા ઉપાધ્યાય એ પોતાના આ પરિપત્રમાં જણાવ્યું છે કે પ્રમોશન મેળવનાર જે કર્મચારી સામે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે ક્રિમિનલ પ્રોસિડિંગ ચાલતા હોય તેવા કર્મચારીને પ્રમોશન મળતા નથી. સ્થાનિક કલેક્ટરે આ સંદર્ભે ચકાસણી કયર્િ બાદ જ પ્રમોશનના હુકમની અમલવારી કરવાની રહેશે.જેમની પણ પ્રમોશન આપી બદલી કરવામાં આવી છે તે તમામે તાત્કાલિક અસરથી નવી જવાબદારી સંભાળી લેવાની રહેશે તેવો હુકમ કરાયો છે. આવા કોઈ અધિકારીને જોઇનિંગ ટાઈમ પણ નહીં મળે તેવી સ્પષ્ટતા આ હુકમમાં કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application