રાજકોટ શહેરમાં બે મહિલા ત્યકતાને લની લાલચ આપી વારંવાર હોટલમાં લઈ જઈ તેમજ પરિણીતાને સહસધ્યાયી નસિગના છાત્રએ લની સીડી આપવાના બદલે હોટલમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યાના બે–બે બનાવ પોલીસ દફતરે નોંધાયા છે.બન્ને બનાવની વિગતો મુજબ ૨૪ વર્ષિય ત્યકતાને ઈસ્ટાગ્રામ મારફતે આરોપી જયદિપ ભાવેશ લુંભાણી નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો. ત્રણ વર્ષ સુધી બન્નેના સંપર્કેા ચાલતા હતા. એ દરમિયાન ત્યકતાએ આરોપી જયદિપને પોતાના ૨૦૧૯માં લ થયા હતા અને છ માસમાં છૂટાછેડા થઈ ગયા હતાની વાત કરી હતી. જેથી જયદિપે હત્પંફના નામે લની વાતો કરી હતી. પોતાને પેડક રોડ પર કપડાનો શોરૂમ છે તેમાં તે સાચવી લેશે કહી વાતોમાં ભોળવી હતી.
લની લાલચે પ્રેમજાળમાં ફસાયેલી ત્યકતાને જયદિપે બે વર્ષ પહેલા તેના જન્મદિવસે ઉજવણીના નામે સદર બજાર નોવા હોટલમાં બોલાવી હતી. જયાં લની ખાતરી આપી શરીર સંબધં બાંધ્યો હતો. બાદમાં વારંવાર નોવા હોટલે બોલાવતો અને શરીર સુખ માણતો હતો. થોડા વખત પૂર્વે લ કરવાની ના કહી દેતાં ત્યકતાએ જયદિપ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. અરજી થતાં જયદિપે સમાધાન કરી લની ખાતરી આપી હતી. જેથી ત્યકતાએ અરજી પરત ખેંચી લીધી હતી.ત્યારબાદ જયદિપે સંપર્ક તોડી નાખ્યો હતો અને મોબાઈલ ફોન પણ બધં કરી દીધો હતો. લગ્નની ના પાડતા લની લાલચે છેતરાયેલી ત્યકતાએ જયદિપ સામે પ્ર.નગર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
અન્ય બીજા બનાવમાં રાજકોટમાં રહેતી ૩૪ વર્ષિય પરિણીતાએ કેશોદના વતની ગિરીશ કોઠાણી સામે તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આરોપમાં પરિણીતાના ૨૦૨૨માં લ થયા હતા સંતાનમાં એક પુત્ર છે. એ પૂર્વે તે નસિગનો અભ્યાસ કરતી હતી વારંવાર બેંગ્લુરૂ જવાનું થતું હતું.આરોપી ગિરીશ પણ નસિગનો અભ્યાસ કરતો હતો તે પણ ટ્રેનમાં સાથે બેગ્લુરૂ આવતો હતો જેથી બન્ને વચ્ચે પરિચય થયો હતો. ૨૦૨૨માં પરિણીતાના લ હતા ત્યારે તેણે ગિરીશને કોઈ ફોટો, વીડિયોગ્રાફર હોય તો લ માટે સગવડ કરી આપવા કહ્યું હતું. ગિરીશે પરિચિત વીડિયોગ્રાફરને યુવતીના લના શૂટિંગમાં મોકલ્યો હતો.
લ પૂર્ણ થયા અને સમય થઈ ગયા બાદ યુવતીએ પોતાના લની સીડી ગિરીશ પાસે માગી હતી ગિરીશે સીડી વીડિયોગ્રાફર પાસેથી પોતાના હસ્તગત કરી લીધી હતી. અવારનવાર સીડી માગવા છતાં આપતો ન હતો હા–ના કરતો હતો. દોઢ વર્ષ પહેલા સીડી લેવા માટે તેણે ત્રિકોણબાગ પાસે મારૂતિ હોટલમાં બોલાવી હતી.
પરિણીતા સીડી લેવા ત્યાં જતાં આરોપી ગિરીશ પરાણે શરીર સંબધં બાંધ્યો અને એ સમયના ફોટા, વીડિયો મોબાઈલમાં લઈ લીધા હતા. ત્યારબાદ ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સમયાંતરે એ હોટલ પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો રહેતો હતો. ગત જાન્યુઆરીમાં ફરી નસિગ સ્ટાફ પરીક્ષા માટે બેગ્લુરૂ ગઈ હતી ત્યારે પણ ગિરીશ સાથે પરીક્ષા આપવા આવ્યો હતો. ત્યાં પણ તેણે દુષ્કર્મ ગુજાયુ હતું.
શરીર સંબધં અંગત પળોના ફોટા, વીડિયો વાયરલની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરનાર ગિરીશ સાથે મહિલાએ સંપર્ક ઓછો કરી નાખતા ધમકી આપીને સંબંધો રાખવા કહેતો હતો. અંતે પરિણીતાએ સઘળી હકિકત પતિને વર્ણવી હતી અને આરોપી સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપી ગિરીશની ધરપકડની તજવીજ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech