સાવરકુંડલાની બીલખીયા સ્કૂલમાં છાત્ર સાથે શિક્ષકનું વારંવાર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય

  • February 12, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સાવરકુંડલામાં વંડા ગામે આવેલી જી.એમ.બીલખીયા સ્કુલમાં ગુરુ શિષ્યના સબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. શાળાની હોસ્ટેલમાં રહી માં અભ્યાસ કરતા છાત્ર ઉપર શિક્ષકે બળજબરી પૂર્વક વારંવાર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચયર્નિું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે વાલીઓમાં પણ વિધાર્થીઓની સુરક્ષાને લઈ ચિંતાનું છવાઈ છે.

ઘટનાની મળતી માહિતી મુજબ ભાવનગર પંથકનો અને સાવરકુંડલાના વંડા ગામે આવેલી જી.એમ.બીલખીયા સ્કૂલની હોસ્ટેલમાં રહી ધો.8માં અભ્યાસ કરતા 12 વર્ષના છાત્ર ઉપર શાળાના જ શિક્ષકે બળજબરી પૂર્વક વારંવાર સુષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર હકીકત છાત્રએ પરિવારને કરતા પરિવાર શાળાએ પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે વિધાર્થીના પિતાની ફરિયાદ પરથી જી.એમ.બીલખીયા સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા વીશાલ સાવલીયા સામે કાર્યવાહી કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં તા.13-6-23થી વિદ્યાર્થી શાળાની હોસ્ટેલમાં રહી ધો.8માં અભ્યાસ કરે છે. અને વિશાલ સાવલિયા તેનો વર્ગ શિક્ષક છે. ગત તા.7ના સાંજે તરુણ વિદ્યાર્થી જમીને રૂમમાં હોમવર્ક કરતો હતો ત્યારે શિક્ષક વિશાલ સાવલિયા ત્યાં આવ્યો હતો અને પોતાના રૂમમાંથી ચાર્જર લાવવા માટેનું તરુણને કહ્યું હતું. તરુણ શિક્ષકના રૂમમાં ચાર્જર લેવા માટે ગયો ત્યાં શિક્ષક વિશાલએ પાછળથી આવી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તરુણ છાત્રને કપડા કાઢવાનું કહેતા તરુણે કપડા કાઢવાની ના પાડતા શિક્ષક વિશાલએ ઝાપટ મારી બળજબરી પૂર્વક કપડા કઢાવી પોતે પણ કપડા કાઢીને તરુણને મુખ મૈથુન કરાવી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસની વધુ તપાસમાં શિક્ષકે અગાઉ પણ વારંવાર પાંચેક વખત પણ સૃષ્ટિ વિરુધ્ધનું કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદ પરથી શિક્ષક વિશાલ સાવલિયા સામે બીએનએસ ક.115(2), તથા પોસ્કો એક્ટ ક.4, 6, 10 તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ક.75 તથા એટ્રોસીટી એક્ટ કલમ-3(1)(ઇ), 3(2)(5-અ) મુજબ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application